બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે YouTube પર કમાણી કરવા માટે વ્યૂઝની નહીં રહે જરૂર, આ ચાર પદ્ધતિઓથી પણ થઈ શકે લાખોની આવક!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / હવે YouTube પર કમાણી કરવા માટે વ્યૂઝની નહીં રહે જરૂર, આ ચાર પદ્ધતિઓથી પણ થઈ શકે લાખોની આવક!

Last Updated: 03:27 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજકાલ YouTube ફક્ત મનોરંજન નહીં, પણ કમાણી કરવાનો પણ મોટો સ્ત્રોત બની ગયો છે. બહુ મોટા વ્યૂઝ વગર પણ આજે લોકો અનેક રીતે YouTube પરથી કમાઈ રહ્યા છે.

1/5

photoStories-logo

1. હવે YouTube ફક્ત મજા માટે નહિ, કમાણી માટે પણ છે!

આજના સમયમાં YouTube માત્ર વિડિઓ જોવા માટે નથી રહ્યો, પણ ઘણા લોકો માટે તે કમાણી કરવાનો મોટો સ્ત્રોત બની ગયો છે. પહેલાં લોકો માનતા કે YouTube પર પૈસા ફક્ત ત્યારે મળે જ્યારે વીડિયો પર લાખો વ્યૂઝ આવે, પણ હવે એ વાત બદલાઈ ગઈ છે. હવે ઘણા એવા રસ્તાઓ છે, જેના માધ્યમથી લોકો કરોડો વ્યૂઝ વિના પણ હજારો-લાખો રૂપિયા દર મહિને કમાઈ શકે છે. તો ચાલો જાણીએ YouTube પરથી કમાણી કરવાની ચાર સ્માર્ટ રીતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. YouTube પાર્ટનરશીપ દ્વારા કમાણી

જ્યારે તમારી ચેનલ પર ઓછામાં ઓછી 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાકની વૉચટાઈમ થઈ જાય, ત્યારે તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ શકો છો. પછી YouTube તમારા વીડિયો પર જાહેરાતો ચલાવે છે. આ જાહેરાતમાંથી તમારું રેવન્યુ આવે છે. જો કે આ કમાણી દરેક વ્યૂ પર નથી મળતી, પણ એડ પરના ક્લિક્સ અને એડ જોવા પરથી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બ્રાન્ડ પ્રમોશન અને સ્પોન્સરશિપ

જો તમારી ચેનલ પર સારું કન્ટેન્ટ છે અને પ્રેક્ષકો તમારા સાથે જોડાયેલા છે, તો બ્રાન્ડ્સ પોતે તમારી પાસે આવશે. તેઓ ઈચ્છશે કે તમે તેમના પ્રોડક્ટનો ઉલ્લેખ કરો અને બદલામાં તમને પૈસા આપે. આને Sponsorship કે બ્રેન્ડ ડિલ કહેવામાં આવે છે. તેની માટે લાખો ફોલોઅર્સ હોવાની જરૂર નથી, એક નાનો પણ સક્રિય દર્શકવર્ગ ઘણો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એફિલિએટ માર્કેટિંગ – લિંક શેર કરીને કમાઓ

તમારા વીડિયો ડેસ્ક્રિપ્શનમાં કોઈ શોપિંગ વેબસાઈટનું લિંક મૂકીને તમે કમાઈ શકો છો. જ્યારે કોઈ એ લિંક પરથી ખરીદી કરે, ત્યારે તમને કમિશન મળે છે. આ રીત ખાસ કરીને ટેક, ફેશન, બ્યુટી કે રિવ્યુ પ્રકારના વીડિયો માટે ખૂબ જ અસરકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તમારા પોતાના પ્રોડક્ટ વેચો

જો તમારું પોતાનું પ્રોડક્ટ હોય જેમ કે ઈ-બુક, ઓનલાઈન કોર્સ, ટી-શર્ટ કે ગિફ્ટ આઈટમ્સ તો તમે તેને YouTube પરથી પ્રમોટ કરી શકો છો. તમારી ચેનલના દર્શકો તમારી સાથે પહેલેથી જોડાયેલા હોય છે, તો તેઓ તમારા પ્રોડક્ટમાં રસ લેશે. આ રીતે તમે તમારી પોતાની બ્રાન્ડ બનાવી શકો છો અને સીધી કમાણી શરૂ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

earn money on YouTube monetization YouTube
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ