બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ફરવા જવાનો છે પ્લાન, OYO રૂમમાં બુકિંગ પર મળશે 75% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે
Last Updated: 11:48 PM, 5 September 2024
વર્તમાન સમયમાં દરેક લોકો ફરવા જતા હોય છે જ્યાં તમને હોટેલ રૂમના કારણે ખર્ચ વધી જતો હોય છે. એવામાં તમે ઓયો રૂમનો ઉપયોગ કરી શકો છો. અહીં તમને 75% સુધીના ડિસ્કાઉન્ટ સાથે પ્રીમિયમ રૂમ્સ મળશે. તો આ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે તેના વિશે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
OYO ROOM પર કેવી રીતે મળશે 75% ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
તમારી ટ્રીપ બજેટમાં લાવવા OYO રૂમમાં 75% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે પહેલા તો OYOની ઓફીશીયલ વેબસાઈટ પર જવાનું રહેશે, ત્યાં તમને 'MY OFFER' કુપન મળશે, આ કુપનનો ઉપયોગ કરીને તમે 75% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
આ કુપન લગાવતા જો કોઈ ઓયો રૂમ 2,912 રૂપિયાનો છો તો માત્ર 500 થી 600 રૂપિયામાં મળી શકે છે. આ ઓફર દરેક યુઝરને અલગ અલગ મળી શકે છે. એટલું જ નહીં તમે દરેક દિવસે અલગ-અલગ બુકિંગ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
દરરોજ અલગ-અલગ ડિસ્કાઉન્ટ
આ ઓફર્સ ઓછા ટાઈમ માટે હોય છે, અહી જે ઓફર વિશે વાત કરવામાં આવી છે, તે ફક્ત આજ માટે જ વેલીડ છે. પરંતુ તમે કોઈ પણ દિવસે ઓયોની ઓફિશિયલ વેબસાઈટથી બુકિંગ કરો છો તો પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. પરંતુ તે દિવસે ડિસ્કાઉન્ટ અને હોટલની કિંમત વધુ-ઓછી હોઈ શકે છે.
આ સિવાય જો તમે વધારે સસ્તામાં રૂમ લેવા માંગતા હોય તો તમે બીજું પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો જેના વિશે નીચે માહિતી આપવામાં આવી છે.
એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે
જો તમે રૂમ બુક કરવા માટે એપનો ઉપયોગ કરો છો તો તમને શરૂઆતમાં કોઈ પણ ઓયો હોટેલમાં બુકીંગ પર 15% ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેના માટે તમારે ફક્ત ઓયોની ઓફિસિયલ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
ઓયોની એપને તમે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકો છો. અહીંથી એપ ડાઉનલોડ કર્યા પછી બુકિંગ દરમિયાન તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
વધુ વાંચો:મુકેશ અંબાણીની Jioના યુઝર્સને ગિફ્ટ, ફ્રીમાં Zomato અને OTT સબસ્ક્રિપ્શન ઓફરનો ફાયદો
બુકિંગ દરમિયાન આટલું ધ્યાન રાખવું
ઘણી વાર ઓનલાઇન બુકિંગ સમયે સ્કેમ પણ થતા હોય છે. એવામાં જો તમે ઓયોની ઓફિશિયલ વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ પરથી બુકિંગ કરો છો તો રિસ્કી સાબિત થઇ શકે છે. સ્કેમર પોતાના ફેક લીંક અને કોન્ટેક્ટ નંબર ગુગલ પર ઓરીજનલ હોટેલના નામ પર મુકીને સ્કેમ કરત હોય છે. એટલા માટે બુકિંગ કરતા સમયે ઓરીજીનલ વેબસાઈટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય કોઈ પણ હોટેલ બુક કરતા પહેલા તેના રીવ્યુ જાણવા જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.