બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બાળકને નુકસાન થાય? ડોક્ટર પાસેથી જાણો

આરોગ્ય / પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બાળકને નુકસાન થાય? ડોક્ટર પાસેથી જાણો

Last Updated: 11:47 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pregnancy Care Tips: ઘણા લોકોને સવાલ હોય છે કે પ્રેગ્નેન્સીમાં સેક્સ કરવું જોઈએ કે નહિ. આ સવાલને લઈને કપલના મનમાં તો સવાલ હતો જ પરંતુ સમાજમાં પણ ઘણી અફવાહ ફેલાયેલી છે. તો ચાલો જાણીએ આને લઈને મેડિકલ સાયન્સ શું કહે છે અને ઈમોશનલ ફેક્ટ્સ શું છે..

પ્રેગ્નેન્સી કોઈ મહિલાના જીવનનો સૌથી ખાસ અને સુંદર, પરંતુ સંવેદનશીલ સમય હોય છે. આ દરમિયાન મન અને શરીરમાં ઘણા બદલાવ થાય છે. આ બદલાવો વચ્ચે ઘણા સવાલો પણ  થાય છે. જેમાંથી એક મોટો  સવાલ એ છે કે, પ્રેગ્નેન્સીમાં સેક્સ કરવું જોઈએ કે નહિ. આ સવાલને લઈને કપલના મનમાં તો સવાલ હતો જ પરંતુ સમાજમાં પણ ઘણી અફવાહ ફેલાયેલી છે. તો ચાલો જાણીએ આને લઈને મેડિકલ સાયન્સ શું કહે છે અને ઈમોશનલ ફેક્ટ્સ શું છે..

pregnency

મેડિકલ સાયન્સ શું કહે છે

જો પ્રેગ્નેન્સી નોર્મલ અને વિના કોઈ કોમ્પલિકેશન વાળી છે, તો ડૉક્ટરોનું માનવું છે કે સેકસ સંપૂર્ણ રીતે સેફ હોઇ શકે છે. બાળક માતાના ગર્ભમાં એમણિયોટિક ફ્લુઇડ અને મજબૂત યુટેરસની પરતથી સેફ હોય છે, એટલા માટે સામાન્ય રીતે સેકસથી તેને કોઈ નુકસાન નથી થતું.

પ્રેગ્નેન્સીમાં સેકસ કયારે ટાળવું જોઈએ

અમુક ખાસ મેડિકલ કન્ડિશનમાં ડોક્ટર સેકસ ટાળવાની સલાહ આપે છે. આમાંથી એક પ્લેસેંટા પ્રિવિયા હોય છે, જ્યારે પ્લેસેંટા ગર્ભાશયની ગરદનને કવર કરતું હોય.

પ્રીટર્મ લેબરનું જોખમ એટલે જો પહેલા પણ ડિલિવરી સમય કરતાં પહેલા થઈ હોય.

જો ગર્ભાવસ્થામાં વારંવાર લોહી નીકળતું હોય.

એમ્રિયોટિક ફ્લુઇડ લીક થવું એટલે પાણીની થેલી ફાટવી.

મલ્ટિપલ પ્રેગ્નનેસી જેમ કે જુડવા કન્ડિશનમાં રિસ્ક થોડું વધારે હોય છે.

પહેલાંનું મિસકેરેજ કે પ્રેગ્નેન્સીમાં જટિલતાઓ આવતી હોય.

ઈમોશનલ રીતે ફાયદા

જો મહિલાને કોઈ તકલીફ ન હોય અને ડૉક્ટરે ના ન પડી હોય તો પાર્ટનર સાથે રહેવાથી ઈમોશનલ બોંડિંગ વધે છે. આ સમયે મહિલાને પાર્ટનરના સાથ અને પ્રેમની ખૂબ જ જરુર હોય છે. આનાથી હાર્મોન્સ રિલેક્સ થાય છે, જેથી સ્ટ્રેસ ઘટે છે. ઓર્ગેઝ્મ બાદ શરીર અને મન આરામ કરે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જે માતા અને બાળક બંનેને ફાયદો કરે છે.

કઈ બાબતોનું ધ્યાન રખવું જોઈએ

સાવધાનીથી પોઝિશન પસંદ કરો. એવી કોઇ પોઝિશન ન હોય કે જેનાથી પેટ પર દબાણ પડે.

હાઇઝીનનું ધ્યાન રાખો, સાફ-સફાઇથી ઇન્ફેકશનનું જોખમ ઘટે છે.

કોન્ડમનો ઉપયોગ કરવો.

જો દુખાવો, બ્લીડિંગ કે અનકન્ફર્ટ થાય તો તરત સેકસ રોકી દો અને ડૉક્ટરની મુલાકાત લો.

વધુ વાંચો: સ્નાતકો માટે સરકારી નોકરીની તક, 25000થી વધારે જગ્યા પર ભરતી, જુઓ ટોપ 5 જોબ લિસ્ટ

શું કરવું અને શું ન કરવું

ડૉક્ટરથી ખૂલીને વાત કરો, સંકોચમાં કોઇ નિર્ણય ન લો.

પાર્ટનર સાથે સંવાદ ચાલુ રાખો, જબરદસ્તી કે ગિલ્ટ ફીલિંગથી સેક્સ ન કરો.

શારીરિક સંકેતો પર ધ્યાન આપો, પેટ પર દવાબ પડે તેવી પોઝિશન ટાળો.

જયારે બધું સામાન્ય હોય ત્યારે આગળ વધો, દુખાવો કે ડરને અવગણતા નહીં. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Pregnancy Physical Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ