લગ્ન બાદ કપલ દરેક ચીજો શેર કરે છે. રૂમથી લઇને બેડ અને સામાન પણ. પરંતુ શું આ રિલેશન માટે સારું હોય છે? શું અલગ અલગ સૂવું મેરિડ કપલ માટે વધારે સારું છે? ચલો તો આપણે જાણીએ.
એક યૂનિવર્સિટી તરફથી તાજેતરમાં જ એક સ્ટડી કરાવવામાં આવી છે. જે કપલ્સ પર આ સ્ટડી થઇ એમાંથી 30 40% કપલે માન્યું કે એ રાતે અલગ અલગ બેડ પર સૂવે છે અને એનાથી એમને પોતાના રિલેશનશિપ હેપી બનાવી રાખવામાં મદદ મળે છે.
વાસ્તવમાં પાર્ટનરની સાથે બેડ શેર કરવા દરમિયાન તોમારી બોડીને એમના સ્લીપિંગ પેટર્ન પ્રમાણે ઢાળવી પડે છે. કેટલીક વખત કપલમાં એકને નસકોરાની આદત હોય છે જે સૂતા દરમિયાન શાંતિ પસંદ પાર્ટનરની ઊંઘ ઊડાવી શકે છે. ઊંઘ નહીં આવવા પર ગુસ્સો વધે છે જે સંબંધ પર અસર નાંખે છે.
કેટલીક વખત પરણિત હોવા પર પણ કપલ બેડ શેરિંગ સાથે કમ્ફર્ટેબલ થતા નથી. તો કેટલીક સ્થિતિઓમાં બંને પાર્ટનરની વર્કિંગ ટાઇમિંગ અલગ અલગ હોય છે.
જેના કારણે કપલની ઊંઘ તૂટે છે. બરોબર ઊંઘ ના આવવા પર ધીરે ધીરે એની અસર એમના મૂડ હેલ્થ અને સંબંધ પર પણ જોવા મળે છે.
કેટલીક સ્થિતિઓમાં પાર્ટનર એક બીજાથી એટલા ચિડાઇ જાય છે કે એ દરેક ચીજ માટે એકબીજાને જવાબદાર માનવાનું શરૂ કરી દે છે. આ કોઇ પણ સંબંધને તોડી શકે છે.
સ્ટડીનું માનીએ તો કપલને રિલેશનશીપ દેખાડવા માટે બેડ શેર કરવો જરૂરી નથી. બોડી અને મેન્ટલ હેલ્થ માટે ઊંઘ ખૂબ જરૂરી છે અને અલગ અલગ ઊંઘીને આ પ્રાપ્ત થાય છે તો એનાથી સારું કંઇ હોઇ શકે નહીં.