બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સતત કેટલા ક્લાક ચલાવવો જોઈએ પંખો?, દિવસ-રાત સિલિંગ ફેન ચાલુ રાખતા લોકોને ધ્યાન આપવાની જરૂર
Last Updated: 12:12 PM, 14 May 2025
ઉનાળામાં ઘરમાં એસી, પંખા અને કુલરનો ખૂબ ઉપયોગ થાય છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં પંખાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કુલર અને એસીના મુકાબલે પંખા ઘણા પોસાય તેવા હોવાની સાથે ઓછી વીજળી પણ વાપરે છે. જોકે, જેમના ઘરોમાં એસી કે કુલર છે, તે પણ પંખાનો ઉપયોગ કરે છે. ઉનાળામાં દિવસ-રાત પંખા ચાલે છે. એવામાં લોકોને ભય રહે છે કે ક્યાંક ગરમીના કારણે પંખા આગ ન પકડી લે. કેમ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આ ગરમ જાય છે.
ADVERTISEMENT
જણાવી દઈએ, આવું એટલા માટે થાય છે કેમ કે પંખાની મોટર વીજળીની ઝપડ બદલી નાખે છે અને પછી ગરમી પેદા કરે છે. હવે સવાલ એ છે કે પંખાને સતત કેટલા કલાક સુધી ચલાવી શકાય છે? તો ચાલો આનો જવાબ જાણીએ..
ADVERTISEMENT
પંખાનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાય છે?
વધુ પડતાં બ્રાન્ડેડ કે ક્વોલિટી સીલિંગ ફેન સરળતાથી 24/7 ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એટલા માટે કોઈ ચિંતા વિના તમે આજે સીલિંગ ફેન આખો દિવસ ચાલુ મૂકી શકો છો. આનાથી પંખાને કોઈ નુકસાન થશે નહીં. પરંતુ જો તમે આ કરશો તો તમારું વીજળીનું બિલ ચોક્કસપણે થોડું વધશે. જોકે, સમય સમય પર કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને થોડો આરામ આપવો જરૂરી છે. સીલિંગ ફેનને પણ સમયાંતરે આરામ આપવો જોઈએ. આનું કારણ એ છે કે લાંબા સમય સુધી પંખો ચલાવવાથી પંખાની મોટર વધુ ગરમ થઈ શકે છે, જે પંખાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે, આરામ અને સલામતી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પંખાની ક્ષમતા જાળવી રાખો
લાંબા સમય સુધી સીલિંગ ફેનનો ઉપયોગ કરવા અને તેની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે, તમારે સમયાંતરે બ્લેડ સાફ કરવા જોઈએ. તેમજ ખાતરી કરતા રહો કે પંખો સંતુલિત રહે. આ ઉપરાંત, જો પંખામાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવે તો તરત જ ઇલેક્ટ્રિશિયનને બતાવો.
વધુ વાંચો: રોકાણકારોને કમાણીની તક! ગુજરાતી કંપનીનો ખુલ્યો 120000000 રૂપિયાનો IPO, GMP જબરદસ્ત
પંખાનો વધુ પડતો ઉપયોગ ટાળો.
તેવી જ રીતે, એ પણ ધ્યાનમાં રાખો કે પંખાનો વધુ પડતો ઉપયોગ ન થવો જોઈએ. દિવસ-રાત પંખો વાપરવાથી તેને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. એવામાં, જ્યારે જરૂર ન હોય ત્યારે પંખાને આરામ કરવા દો. આનાથી પંખો સારી સ્થિતિમાં રહેશે જ, સાથે વીજળીની પણ બચત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.