બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નરેન્દ્ર મોદી 74 વર્ષની ઉંમરે પણ આ રીતે રહે છે ફિટ અને હેલ્ધી, પોડકાસ્ટમાં ખોલ્યું રાઝ
Last Updated: 12:05 AM, 22 March 2025
PM મોદી 74 વર્ષના છે અને 74 ની ઉંમરમાં પણ તે ખૂબ ફિટ અને હેલ્ધી જીવન જીવે છે. PM મોદી ઘણીવાર હેલ્ધી અને ફિટ રહેવાની ટિપ્સ રાખે છે. ફરી એક વાર PM મોદીએ પોતાના જીવન વિષે વાત કરી અને પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું. હકીકતમાં, ફેમસ એમરિકી પૉડકાસ્ટર લેક્સ ફીડમેને PM મોદી સાથે એક પૉડકાસ્ટ કર્યું. આ પૉડકાસ્ટમાં PM મોદીએ પોતાની ફિટનેસનું રહસ્ય ખોલ્યું.
ADVERTISEMENT
PM મોદીએ જણાવ્યું ફિટનેસનું રહસ્ય હકીકતમાં આ પૉડકાસ્ટમાં ઉપવાસ એટલે ફાસ્ટિંગને લઈને પણ ચર્ચા કરવામાં આવી, કેમ કે અમેરિકી પડકસ્ટર લેક્સ ફિડમેને PM મોદી સાથે પૉડકાસ્ટ કર્યા પહેલા બે દિવસો સુધી ઉપવાસ રાખ્યો હતો. આ દરમિયાન તેમણે માત્ર પાણી પી લીધું. તેમણે કહ્યું કે આ ફાસ્ટ તેમની યોગ્ય માનસિક સ્થિતિમાં આવવા માટે રાખવામાં આવ્યું હતું. આ બાદ PM મોદીએ ઉપવાસ દરમિયાન પોતાના અનુભવો અને આના આધ્યાત્મિક મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો.
PM મોદીએ જણાવ્યું કે ઉપવાસથી તેમની ઇન્દ્રિયો વધુ એક્ટિવ થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા વધી જાય છે. આ સાથે જ PM મોદીએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ઉપવાસના મહત્વને પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે ઉપવાસ એક પ્રાચીત પ્રથા છે, જેને તેમના જીવનને બદલી દીધું છે. ઉપવાસ દરમિયાન તેમનું મન અલગ વિચારવાનું શરૂ કરે છે અને ઇન્દ્રિયો તેજ બની જાય છે. ફાસ્ટ રાખવાથી તમારી નિરીક્ષણ કરવાની અને સમજવાની ક્ષમતા મજબૂત બની જાય છે અને આવો અનુભવ મે પોતે કર્યો છે.
ADVERTISEMENT
લેક્સ ફ્રીડમેન પૉડકાસ્ટમાં PM મોદીએ જણાવ્યું કે ભારતમાં અમારી ધાર્મિક પરંપરાઓ વાસ્તવમાં જીવન જીવવાનો એક રીત છે. અમારા સર્વોચ્ચ ન્યાયાલયે હિન્દુ ધર્મની શાનદાર વ્યાખ્યા કરી છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ અનુષ્ઠાન કે પૂજાની પદ્ધતિ વિષે નહિ, પરંતુ જીવન જીવવાની એક રીત છે, એક દર્શન છે જે જીવનનું માર્ગદર્શન કરે છે અને અમારા શસ્ત્રોમાં શરીર, આત્મા, મન અને માનવતા વિષે ગહન ચર્ચા છે, જેમાં એક ઉપવાસ પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.