બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / શિયાળામાં બાઇક સ્ટાર્ટ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે? તો અપનાવો આ ટિપ્સ, ચાલુ થઇ જશે
Last Updated: 11:41 AM, 30 November 2024
શિયાળા દરમિયાન બહારનું તાપમાન ઘણું ઠંડુ થઈ જાય છે. જેના કારણે ઠંડા પવન અને ઘટી રહેલા તાપમાનની અસર બાઈક કે ટુ વ્હીલર પર પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, કેટલીકવાર બેટરી અથવા એન્જિન ઠંડુ થઈ જાય છે અને બાઈક સ્ટાર્ટ થતી નથી. તો ચાલો જાણીએ કે, શિયાળામાં બાઈકની સંભાળ કેવી રીતે રાખી શકો છો.
ADVERTISEMENT
બાઈક અંદર પાર્ક કરો
ADVERTISEMENT
શિયાળા દરમિયાન કેટલાક લોકો બાઈકને ખુલ્લામાં પાર્ક કરે છે. વાતાવરણ ઠંડુ હોવાથી બાઈકનું એન્જિન ઠંડુ પડી જાય છે. આવી સ્થિતિમાં બાઈક ઝડપથી સ્ટાર્ટ થતી નથી. તેથી, ઠંડા હવામાનમાં, બાઈકને ઢંકાયેલી જગ્યાએ પાર્ક કરવી જોઈએ. જેના કારણે બાઈક પર ઠંડીની અસર ઓછી થાય છે અને બાઈક તરત જ સ્ટાર્ટ થાય છે.
વધુ વાંચો બ્રેક ફેલ થઇ જાય તો ગભરાશો નહીં! અપનાવો આ 8 ટિપ્સ, નહીં થાય અકસ્માત
એન્જિન ઓઈલ ઠંડુ થઈ જાય છે
આની સીધી અસર બાઈકમાં રહેલા એન્જીન ઓઈલ પર પડે છે. વાસ્તવમાં, નીચા તાપમાનને કારણે એન્જિન ઓઈલ ઝડપથી ઠંડુ થઈ જાય છે. બાઈક સ્ટાર્ટ કરતી વખતે એન્જિન ઓઈલ બધે ફરે છે, જેના કારણે બાઈક સ્ટાર્ટ થતી નથી. આવી સ્થિતિમાં, બાઈકને બંધ જગ્યાએ પાર્ક કરવી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
બેટરી તપાસો
બાઈકની બેટરી પણ ઠંડા હવામાનમાં ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. જેના કારણે બાઈક સ્ટાર્ટ થતી નથી. કિક માર્યા પછી પણ બાઈકને સ્ટાર્ટ થવામાં ઘણો સમય લાગે છે. સવારે બાઈક સ્ટાર્ટ કરતા પહેલા એકવાર બેટરી ચેક કરી લો. જો બેટરી બગડે, તો તેને બદલો. બેટરી બદલવાથી બાઈક તરત જ સ્ટાર્ટ થશે.
પેટ્રોલ ચકાસો
શિયાળામાં બાઈક અથવા ટુ વ્હીલર વાહનોમાં પેટ્રોલ ભરેલું રાખવું જોઈએ. વાસ્તવમાં, ઓછા પેટ્રોલને કારણે, પાણીના ટીપાં ઘણીવાર ટાંકીમાં દેખાય છે. જે એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ઠંડીના વાતાવરણમાં બાઈકની પેટ્રોલની ટાંકી ભરેલી રાખો. જેનાથી બાઈક સ્ટાર્ટ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.