બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચાર વર્ષથી નાના બાળકને ભૂલથી પણ ન પીવડાવતા આ કફ સિરપ, સરકારે મૂક્યો પ્રતિબંધ

જાણી લો / ચાર વર્ષથી નાના બાળકને ભૂલથી પણ ન પીવડાવતા આ કફ સિરપ, સરકારે મૂક્યો પ્રતિબંધ

Last Updated: 09:53 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cough Syrup Banned In India: શરદી ઉધરસ માટે ઉપયોગમાં લેવાતી અમુક કફ સિરપને સરકારે નાના બાળકો માટે બેન કરી દીધી છે.

ભારત સરકારે તાજેતરમાં જ એક મોટો નિર્ણય લેતા ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અમુક કફ સિરપના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. સરકારે દવા નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે એક તે આ સિરપનું પેકિંગ, લેબલ પર સ્પષ્ટ રૂપે ચેતવણી લખે કે આ દવા ચાર વર્ષથી નાના બાળકોને ન આપવામાં આવે.  

આ નિર્ણય 15 એપ્રિલે જારી અધિસૂચના હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ખાસ કરીને ક્લોરફેનિરામાઇન મેલીએટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડના મિશ્રણવાળી તમામ દવાઓના વેચાણ, નિર્માણ અને વિતરણને બેન કર્યું છે.  

cough-syrup2-

બાળકો માટે સેફ નથી આ દવા

સરકારે જે દવાઓ બેન કરી છે તે સામાન્ય રીતે શરદી, ઉધરસ અને એલર્જીની દવાઓમાં ઉપયોગ થાય છે. ક્લોરફેનિરામાઇન એક એન્ટિહિસ્ટામીન છે જે એલર્જીના લક્ષણોને ઘટાડે છે, જ્યારે ફીનાઇલફ્રાઈન એક ડિકન્ઝસ્ન્ટેસ છે જે નાકના સોજાને ઘટાડે છે.  

શું છે જોખમ  

ક્લોરફેનિરામાઇન મેલીએટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ કમ્પાઉન્ડવાળી દવાઓના નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક જણાવી છે. આનાથી કોમા, વાઈ અને મૃત્યુ પણ થઈ શકે છે.

વધુ વાંચો- તમારા ઘરે ક્યારેય નહીં આવે લાઈટ બિલ! કેન્દ્ર સરકારની આ યોજનામાં ફટાફટ કરો અરજી

આ મેડિસિન બ્રાન્ડના લેબલ પર લખવાની રહેશે આ વાત

સરકારના આ નિર્ણયથી એસ્કોરિલ ફ્લૂ ડ્રોપ્સ, એલેક્સ (ગ્લેનમાર્ક), ટી-મિનિક (હેલિયન) અને મેક્સ્ટ્રા (જુવેન્ટસ હેલ્થકેર) જેવી પોપ્યુલર દવાઓ પર અસર પડી છે. આ બધી બ્રાન્ડ્સે હવે તેમના લેબલ પર ચેતવણી લખવી પડશે કે આ દવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news indian government Banned cough syrup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ