બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવા ACની ખરીદી પર 1 નહીં 3 પ્રકારની મળે છે વોરંટી, મોટાભાગના લોકો અજાણ
Last Updated: 11:54 PM, 17 May 2025
નવું AC ખરીદતા સમયે લોકો એ જુએ છે કે ક્યાંથી સૌથી બેસ્ટ ડીલ મળી રહી છે. બેસ્ટ ડીલ શોધવી ખોટી નથી પરંતુ ડીલથી પણ વધારે જરૂરી એ છે કે AC સાથે કંપની કેટલા વર્ષની વોરંટી આપે છે. શું તમને ખબર છે કે AC સાથે એક, બે કે ત્રણ કેટલા પ્રકારની વોરંટી આપવામાં આવે છે? કદાચ તમને ખબર હશે, પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે કે જેમને આ વિશે નથી ખબર.
ADVERTISEMENT
કેટલા પ્રકારની હોય છે AC Warranty?
જો તમને એમ હોય કે AC માં માત્ર એક જ પ્રકારની વોરંટી મળી છે, તો તમે ખોટા છો. કારણ કે AC ની સાથે એક નહીં પરંતુ 3 પ્રકારની વોરંટીનો ફાયદા મળે છે.
ADVERTISEMENT
પહેલી વોરંટી: AC સાથે કંપની તરફથી લોકોને માત્ર 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી નથી મળતી પરંતુ અન્ય ઘણા પ્રકારની વોરંટી મળે છે. જેના વિશે લોકોને પૂરતી માહિતી નથી. એક વર્ષની પ્રોડક્ટ વોરંટીમાં તમારા AC નો દરેક ભાગ કવર થાય છે.
બીજી વોરંટી: પ્રોડક્ટ વોરંટી સિવાય AC બનાવતી કંપની ગ્રાહકોને કમ્પ્રેસર પર પણ વોરંટી ઓફર કરે છે, અમુક કંપની પાંચ વર્ષ તો અમુક કંપની 10 વર્ષની વોરંટી પણ આપે છે. ઓનલાઈન AC ખરીદતા સમયે આ બાબત જરૂર ચેક કરવી કે તમે જે AC ખરીદો છો તેની સાથે કેટલા વર્ષની કમ્પ્રેસર વોરંટી મળે છે.
ત્યારે જો તમે ઑફલાઇન સ્ટોરમાંથી AC ખરીદી રહ્યા છો, તો AC વેચનાર વ્યક્તિ પાસેથી આ માહિતી ચોક્કસપણે મેળવો. જો તમને તમારા AC કોમ્પ્રેસરની કેટલા વર્ષની વોરંટી વિશે ખબર નથી, તો 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી પૂરી થયા પછી, જો AC કોમ્પ્રેસર તૂટી જાય, તો તમારે તેને રિપેર કરાવવા માટે તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે, જ્યારે તમે હજુ પણ વોરંટીનો લાભ લઈ શકો છો
વધુ વાંચો: ACમાંથી સીધા બહાર તડકામાં જવું ખતરનાક! બની શકો આ માનસિક બીમારીનો શિકાર
ત્રીજી વોરંટી: પ્રોડક્ટ અને કમ્પ્રેસર વોરંટી સિવાય AC બનાવતી કંપની તરફથી PCB વોરંટી પણ આપવામાં આવે છે, સામાન્ય રીતે PCB પર કંપની 5 વર્ષ સુધી વોરંટીનો ફાયદો આપે છે. એવામાં માની લો કે તમારા AC ની 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી પૂરી થયા બાદ તમારા AC માં લાગેલી PCB યુનિટ ખરાબ થાય છે તો વોરંટીમાં હોવાથી તમને ફાયદો મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT