બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / મોબાઇલ જોઇને નહીં, આ રીતે કરો દિવસની પોઝિટિવ શરૂઆત, આખો દિવસ સુધરી જશે
Last Updated: 08:09 AM, 15 February 2025
આપણામાંથી ઘણા લોકો સવારે ઉઠીને ફોન જોવે છે, ફોન જોતા-જોતા ખાલી પેટે ચા, કોફી પીને દિવસની શરૂઆત કરે છે. પણ આપણી સવાર કેવી રીતે થાય છે, એના પરથી નક્કી થાય છે કે આપણો દિવસ કેવો જશે. સવાર ખરાબ, તો દિવસ ખરાબ, પણ જો સવાર સારી થાય, તો દિવસ પણ સારો જાય છે. આપને દિવસની શરૂઆત કેવી રીતે કરીએ છીએ, તે આપણા મૂડ, એનર્જી અને પ્રોડક્ટિવિટીને અસર કરી શકે છે. તાજેતરમાં જ લાઈફસ્ટાઈલ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, સવારનું બેસ્ટ રૂટિન કેવી હોવું જોઈએ, તેની ટિપ્સ શેર કરી. તેમનું કહેવું છે કે તમારા દિવસની શરૂઆત યોગ્ય રીતે કરવાની ચાવી એ છે કે જાગો અને તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે આભાર માનો, તેના માટે ખુશ રહો. આ એક પોઝિટિવ અને પ્રોડક્ટિવ દિવસ માટે ટોન સેટ કરવાની એક સરળ અને પાવરફુલ રીત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તકલીફો વિશે ન વિચારો
લ્યુક કુટિન્હોએ લખ્યું, "કેટલાક લોકો સવારે ઉઠીને તરત જ વિચારે છે કે તેમના જીવનમાં શું કમીઓ અને પરેશાનીઓ છે. કેટલાક લોકો ઉઠીને જ પોતાના જીવનમાં જે કંઈ પણ છે એના વિશે વિચારે છે અને તકલીફો વચ્ચે પણ આભાર વ્યક્ત કરે છે."
સવારે સોશિયલ મીડિયા ચેક ન કરો
લ્યુક કુટિન્હોએ આગળ જણાવ્યું, "કેટલાક લોકો સવારે ઉઠીને તરત જ ઈમેલ અને સોશિયલ મીડિયામાં બીઝી થઈ જાય છે, જેથી તેઓ ચિંતન કરવાની, કલ્પના કરવાની અને આભાર વ્યક્ત કરવાની તક ગુમાવી દે છે." તેઓ કહે છે કે સિમ્પલ મોર્નિંગ હેબિટ તમારા આખા દિવસને આકાર આપી શકે છે. એ યાસ અપાવે છે કે દરેક નવો દિવસ નવી સંભાવનાઓ અને તકો લઈને આવે છે.
ખાલી પેટે કોફી અનહેલ્ધી
એક અન્ય પોસ્ટમાં લ્યુક કુટિન્હોએ ખાલી પેટે બ્લેક કોફી પીવાની નેગેટિવ અસરો જણાવી હતી. તેમણે લખ્યું, "સવારે ખાલી પેટે બ્લેક કોફી પીવાની સલાહ આપનાર નિષ્ણાતોને કોર્ટિસોલ હોર્મોન, તે કેવી રીતે કામ કરે છે, હોર્મોન્સ, થાઇરોઇડ અને સિમ્પથેટિક સિસ્ટમ સ્ટીમ્યુલેશન પર તેની અસરો વિશે કોઈ સમજ નથી."
આ પણ વાંચો: હંમેશા ગરીબ જ રહેશો! આ આદતો આજથી જ છોડી દેજો, નહીંતર કોઈ હાથ નહીં પકડે
યોગ્ય નિર્ણયો લો
વેલનેસ એક્સપર્ટ એ વાતથી સહમત હતા કે કોફી "યોગ્ય સમયે, યોગ્ય ગુણવત્તા અને યોગ્ય માત્રામાં પીવામાં આવે ત્યારે તેના ઉપચારાત્મક સ્વાસ્થ્ય લાભો" થાય છે. તેમણે સોશિયલ મીડિયા યુઝર્સને જાગ્યા પછી કોફી પીતા પહેલા ઓછામાં ઓછી 90-120 મિનિટ રાહ જોવા કહ્યું. લ્યુકે તેમના ફોલોઅર્સને કોર્ટિસોલ વિશે જાણવા અને યોગ્ય નિર્ણયો લેવા વિનંતી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.