બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કરોડો યુઝર્સને ફ્રી સર્વિસ આપી રહ્યું છે રિલાયન્સ Jio, જાણો પ્લાન, સાથે થનારો ફાયદો

ટેક્નોલોજી / કરોડો યુઝર્સને ફ્રી સર્વિસ આપી રહ્યું છે રિલાયન્સ Jio, જાણો પ્લાન, સાથે થનારો ફાયદો

Last Updated: 09:44 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jioએ હવે તેના વપરાશકર્તાઓ માટે Jio AI ક્લાઉડ સ્ટોરેજ સેવા શરૂ કરી છે, જેનાથી ફોટા, વીડિયો અને દસ્તાવેજો સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય. પસંદગીના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન સાથે 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળે છે.

રિલાયન્સ JIOએ હવે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે Jio AI ક્લાઉડ સ્ટોરેજ સેવા શરૂ કરી છે. આ સેવાથી વપરાશકર્તાઓ તેમના ફોટા, વીડિયો અને દસ્તાવેજો ક્લાઉડમાં સ્ટોર કરી શકશે, જેથી ફોનમાં જગ્યા રહેશે અને મહત્વપૂર્ણ ડેટા હંમેશા સુરક્ષિત રહે.

JIO-3

કોણ લાભ મેળવી શકે?

Jio ક્લાઉડ સ્ટોરેજનો લાભ દરેક પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, પરંતુ તે માટે ચોક્કસ પ્લાન લેવું જરૂરી છે. જેમ કે Jio પ્રીપેડ યુઝર્સ જેમાં ₹299 અથવા વધુનો પ્લાન લેતા વપરાશકર્તાઓને 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળશે. Jio પોસ્ટપેડ યુઝર્સ જેમાં ₹349, ₹449, ₹649, ₹749 અને ₹1549 પ્લાન લેનાર વપરાશકર્તાઓને પણ 50GB મફત સ્ટોરેજ મળશે.

jio-2

Jio AI ક્લાઉડ સ્ટોરેજના ફાયદા

આ ક્લાઉડ સ્ટોરેજની સુવિઘા તમારે ફોનની જગ્યા બચાવશે ફોટા, વીડિયો અને દસ્તાવેજો ક્લાઉડમાં સ્ટોર કરીને ફોન સ્ટોરેજ ખાલી રાખી શકાય. સાથે તમે તમારા ડેટા પણ સુરક્ષીત કરી શકો છે જો ફોન ખોવાઈ જાય, તો પણ તમે અન્ય ડિવાઇસથી તમારા ડેટાને ઍક્સેસ કરી શકો. કોઈપણ ડિવાઇસથી ઍક્સેસ કરી શકો છો તમારું ડેટા લગભગ દરેક ઉપકરણમાં (મોબાઇલ, ટેબલેટ, લૅપટોપ) જોઈ અને ડાઉનલોડ કરી શકાય.

આ પણ વાંચો : તુલસીનાં પત્તાંને કેમ ચાવવાની મનાઈ છે? માત્ર ધાર્મિક નહીં, આજે સાયન્ટિફિક કારણથી સમજો

Jioની આ નવી સેવા વપરાશકર્તાઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જેમને મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર કરવાની જરૂર હોય. જો તમે Jio યુઝર છો અને તમારા ડેટાને સુરક્ષિત અને ક્લાઉડ પર સંગ્રહિત રાખવા માંગતા હો, તો તમે આ મફત સેવાનો લાભ લઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jio 50GB Cloud Free Cloud Storage Jio AI Cloud Storage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ