લોકોને કામના વધુ પડતા બોજના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં વ્યક્તિ રાતે સરખી રીતે સૂઇ પણ શકતી નથી, રાતે ઊંઘવા માટે સંઘર્ષ કરો છો? તો આટલું ધ્યાનમાં રાખો
દોડધામ ભરેલી જિંદગીથી લાઇફસ્ટાઇલ ખૂબ પ્રભાવિત થાય છે
રાતે ઊંઘ ન આવતી હોય તો ડેઇલી રૂટિનમાં કંઇક બદલવાની જરૂર છે
કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો તો તમને જરૂરથી લાભ થશે
દોડધામ ભરેલી જિંદગીના કારણે લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ પ્રભાવિત થાય છે. લોકોને કામના વધુ પડતા બોજના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં વ્યક્તિ રાતે સરખી રીતે સૂઇ પણ શકતી નથી. જો તમને પણ રાતે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તમારા ડેઇલી રૂટિનમાં કંઇક બદલાવ લાવવાની જરૂર છે. અહીં આપેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો તો તમને જરૂરથી લાભ થશે.
ચેરી
સુતાં પહેલાં એક મુઠ્ઠી ચેરી કે તેના જ્યૂસનું સેવન કરવાથી સારી ઊંઘ આવશે. સાથે તેમાં વધુ માત્રામાં મેલાટોનિન હોવાના કારણે શરીરને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ મળશે.
હળદરવાળું દૂધ
રોજ રાતે સુતાં પહેલાં એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી આખા દિવસનો થાક દૂર થાય છે. બોડી રિલેક્સ થવાની સાથે સારી ઊંઘ પણ આવે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં અને માંસપેશીઓમાં મજબૂતાઇ આવે છે. સાથે તણાવ દૂર થાય છે.
ડાર્ક ચોકલેટ
જે લોકોને રાતે સારી ઊંઘ ન આવવાની પરેશાનીનો સામનો કરવો પડતો હોય તેમણે સૂતાં પહેલાં ડાર્ક ચોકોલેટનું સેવન કરવું જોઇએ. તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને સારી ઊંઘ અપાવવામાં મદદ કરે છે.
બદામ
બદામમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આવામાં નિયમિત રીતે સૂતાં પહેલાં થોડી બદામ ખાવી જોઇએ. તેનાથી માંસપેશીઓમાં ખેંચાણ અને તણાવ દૂર થવામાં મદદ મળે છે. આવા સંજોગોમાં વ્યક્તિને સારી ઊંઘ આવે છે.
બદામ
આ ઉપાય પણ અજમાવી શકો છો
ઊંઘો તે પગનાં તળિયે કોઇ તેલ હુંફાળું ગરમ કરીને તેની માલિશ કરો. રિલેક્સ અનુભવશો.
સૂતાં પહેલાં ખુલ્લી હવામાં ટહેલવાથી પણ સારી ઊંઘ આવે છે.
રોજ રાતે સૂતા પહેલાં નહાવાથી શરીરમાં હળવાશ અનુભવાય છે અને સારી ઊંઘ આવે છે.
રાત્રે કોઇ પુસ્તક વાંચવાનું કે ગીતો સાંભળવાથી પણ મગજ શાંત થાય છે.