ઘરે બનાવેલું સફેદ માખણ કરો ડાયેટમાં શામેલ અને પછી જુઓ કમાલ

By : juhiparikh 06:03 PM, 10 October 2018 | Updated : 06:03 PM, 10 October 2018
આજની બિઝી લાઇફસ્ટાઇલની અસર શરીર પર દેખાવવા લાગી છે. દરેક વ્યકિત કોઇના કોઇથી આગળ નીકળવાના ઇચ્છે છે એવામાં પોતાનું ધ્યાન ઓછું જ રાખી શકીએ છીએ, જે સારું લાગ્યુ તે ખાઇ લીધું. એવામાં લોકો મેદસ્વિતાના શિકાર થઈ જાય છે, પછી પાતળા થવા માટે શરૂ થાય છે ડાયટિંગ. ડાયટિંગની લિસ્ટમાં સૌથી પહેલા કટઓફ કરવામાં આવે છે ઓઇલ અને ચીઝ. એમાં પણ સૌથી ઉપર આવે છે માખણ.

આજે એક વાત જણાવી દઇએ કે જે માખણને તમે તમારો દુશ્મન સમજો છો, વાસ્તવમાં તે મેદસ્વિતા ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. અમે અહીં બજારમાં મળતા બટરની વાત નથી કરી રહ્યા. અહીં વાત થઈ રહી છે ઘરે બનેલા શુદ્ધ અને સફેદ માખણની. સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે પણ ઘરે બનેલા સફેદ માખણને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માન્યું છે. સફેદ માખણમાં રહેલા લેસિટથિન તત્વ મેટાબોલિઝ્મને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેના કારણે શરીરમાં એક્સ્ટ્રા ફેટ નથી જમા થઈ શકતું. તેમજ એક વખત વજન કંટ્રોલમાં આવી જાય તો પછી તમને સમસ્યા મહેસુસ નથી થતી.

આ સિવાય પણ સફેદ માખણના અનેક ફાયદા છે

- સફેદ માખણમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, વિટામિન A અને D જેવા મહત્વપૂર્ણ તત્વ રહેલા હોય છે, જે ઇમ્યૂનિટી સિસ્ટમને સુધારે છે.

- સફેદ માખણથી તમારી તમામ સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. તેમાં રહેલા એન્ટિઓક્સીડેન્ટ્સ અને વિટામિન E સ્કિનને કોમળ તથા ચમકદાર બનાવે છે.

- ભોજનમાં થોડા પ્રમાણમાં માખણ સામેલ કરો, હાર્ટ પ્રોબ્લેમ દૂર થઈ જશે.

- જો તમે સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો ઘરે બનાવેલું સફેદ માખણ ખાવાનું શરૂ કરી દો, આરામ મળશે.

- સફેદ માખણમાં Arachidonic Acid હોય છે, તેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું સેવન કરે છે તો તેનું મગજ યોગ્ય કામ કરવા લાગે છે. એટલે કે તે અન્ય લોકોની સરખામણીમાં વધુ બુદ્ધિમાનીથી કામ કરી શકે છે.

- આટલું જ નહીં, સફેદ માખણનું સેવન તમને કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી પણ દૂર રાખે છે.Recent Story

Popular Story