બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ પાણીમાં ભેળવીને પીવો આ એક વસ્તુ, ઝડપથી ઘટશે વજન અને થશે અનેક ફાયદા!

હેલ્થ / દરરોજ પાણીમાં ભેળવીને પીવો આ એક વસ્તુ, ઝડપથી ઘટશે વજન અને થશે અનેક ફાયદા!

Last Updated: 01:25 PM, 13 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રોજિંદા રુટિનમાં પાણીમાં આદુ ઉકાળીને તેની ચા પીઓ છો, તો તમને ઘણી તકલીફોમાંથી રાહત મળી શકે છે. પરંતુ આ ચા બનાવતી વખતે તેમાં દૂધ અને ખાંડ ન ઉમેરવી. જો ઇચ્છા હોય તો તમે આ ચામાં મધ ઉમેરી શકો છો.જાણો આદુના વિવિધ ફાયદા.

આદુનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. તે માત્ર ચા માટે જ નહીં પણ ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ વપરાય છે. પણ શું તમે જાણો છો કે આદુ તમને અનેક હેલ્થ બેનેફિટ્સ પણ આપે છે? આદુમાં જિંજરોલ, શોગોલ્સ અને પેરાડોક્સ જેવા બાયોએક્ટિવ યૌગિકો હોય છે, જે તેમના એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો માટે ઓળખાતા હોય છે.

આદુનું સેવન તમને અનેક રીતે લાભ આપી શકે છે. જો તમે દરરોજ પાણીમાં આદુ ઉકાળીને તેની ચા પીઓ છો, તો તે ઘણા પ્રકારની તકલીફો દૂર કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ ચા બનાવતી વખતે તેમાં દૂધ અને ખાંડ ઉમેરવાની ટાળવું જોઈએ. ઇચ્છા હોય તો તેમાં મધ ઉમેરી શકાય છે.

ginger-tea

પાચન તંત્રને બનાવે છે મજબૂત

આદુ તમારું પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે. આદુની ચા તમારા પાચનતંત્રને મજબૂત બનાવી શકે છે અને પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપી શકે છે. આદુ પાચન એન્ઝાઇમને ઉત્તેજિત કરે છે, પેટના કાર્યોને સુધારે છે તેથી રોજ આદુનું સેવન કરવું લાભદાયી છે.

ત્વચા માટે ફાયદાકારક

એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર આદુમાં જીવાણુ નાશક ગુણધર્મો હોય છે. તે ત્વચાની ચમક સુધારવામાં, ડાઘ ઘટાડવામાં અને પિમ્પલ્સને પણ ઓછા કરવામાં મદદરૂપ થાય છે. તેમાં એવા તત્વો હોય છે જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ત્વચાની વૃદ્ધિને ધીમી કરે છે.

ginger

આદુનું સેવન વજન પણ રાખશે કન્ટ્રોલમાં

જો તમે સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે આદુની ચાનું સેવન કરો છો, તો તમારું વજન નિયંત્રણમાં રહેવામાં મદદ મળી શકે છે. કારણ કે આદુ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે, જે શરીરમાં વધારાની ફેટ બર્નકરવામાં મદદરૂપ બને છે. તેથી તમારા દૈનિક આહારમાં આ ચાનો સમાવેશ જરૂર કરવો જોઈએ.

વધુ વાંચો: ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન, વધેલી બ્લડ સુગર ઝડપથી થશે ઓછી

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight loss health remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ