બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન, વધેલી બ્લડ સુગર ઝડપથી થશે ઓછી

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન, વધેલી બ્લડ સુગર ઝડપથી થશે ઓછી

Last Updated: 01:09 PM, 13 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે શરીરમાં બ્લડ સુગરનું સ્તર બેકાબૂ થઈ જાય છે ત્યારે એ શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડે છે. એટલે જ બ્લડ શુગરના સ્તરને અસરકારક રીતે નિયંત્રિત રાખવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. ચાલો જાણીએ બ્લડ સુગરનું સ્તર કઈ રીતે લેવલમાં લાવી શકાય?

ડાયાબિટીસ

ડાયાબિટીસ એક સામાન્ય રોગ છે. આ બીમારી ખરાબ ખોરાક અને વ્યાયામ ન કરવાને કારણે થાય છે. જ્યારે શરીરમાં બ્લડ સુગરનું લેવલ અનિયંત્રિત થઈ જાય છે, ત્યારે તે શરીરના ઘણા અંગોને નુકસાન પહોંચાડે છે. એટલે, બ્લડ સુગરને યોગ્ય રીતે કંટ્રોલ કરવા માટે જીવનશૈલી સુધારવી જરૂરી છે. ખાસ કરીને સવારે ખાલી પેટમાં કેટલીક વસ્તુઓના સેવનથી સુગર કંટ્રોલમાં રહી શકે છે.

diabities-1

સવારે કરો આ વસ્તુઓનો સેવન

  • તજ

તજ ઈન્સ્યુલિન વધારવામાં મદદરૂપ છે અને બ્લડ સુગરના સ્તરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ તજના પાણીમાં એક ચપટી કાળી મરી નાખીને પીવાથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બન્ને કંટ્રોલમાં રહેવામાં મદદ મળે છે.

  • મેથીના બીજ

મેથીના બીજ ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરમાં સુગરના શોષણને ધીમું કરે છે અને બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખે છે. એક ચમચી મેથીના બીજ રાત્રે પાણીમાં ભીંજવીને સવારે ખાલી પેટ તેનું પાણી પીવાથી બ્લડ સુગર હેલ્ધી રહે છે અને ઈન્સ્યુલિન લેવલ પણ સુધરે છે.

seed
  • અળસીના બીજ

અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ છે. તેમાં રહેલા ઉચ્ચ ફાઇબરના કારણે કાર્બોહાઇડ્રેટ પચવામાં ધીમી પ્રક્રિયા થાય છે, જે બ્લડ સુગરને સ્થિર રાખે છે. પીસેલા અળસીના બીજને પાણીમાં કે ખાલી પેટ સ્મૂદીમાં મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

  • ટામેટા અને દાડમ

ટામેટા અને દાડમ બંનેમાં એન્ટીઓક્સીડન્ટ, વિટામિન્સ અને ખનિજ તત્વો હોય છે જે હૃદયના આરોગ્ય માટે લાભદાયી છે. ટામેટામાં લાયકોપીન હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. બીજી તરફ, દાડમનો રસ બ્લડ સર્ક્યુલેશન સુધારવા અને શરીરની અંદરની ઈન્ફ્લેમેશન ઘટાડવામાં જાણીતો છે. સવારે ખાલી પેટ ટામેટા અને દાડમનો તાજો રસ પીવાથી બ્લડ સુગરનું લેવલ હેલ્ધી રહે છે અને હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે.

વધુ વાંચો: શું વજન ઘટાડવા પણ કેળા ખાઈ શકાય?, જાણ્યા પછી જ નિર્ણય લો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes blood sugar health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ