બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારંવાર એન્ટિબાયોટિક્સ દવા લેતા હોય તો ચેંતી જજો, થઈ શકે છે પેટને મોટું નુકસાન, જાણો
Last Updated: 12:22 PM, 16 April 2025
એન્ટીબાયોટિક સાઇડ ઇફેક્ટ્સ
ADVERTISEMENT
ગટ હેલ્થથી માત્ર પાચન નહિ પરંતુ આખું શરીર પ્રભાવિત થાય છે. આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર ગટ હેલ્થ પર પડે છે. વિના વિચારે દવાઓ લેવી, ખાસ કરીને એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ગટ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કે તેનાથી શું નુકસાન થાય છે?
ગટ હેલ્થ કેવી રીતે જાળવવી?
ADVERTISEMENT
આજકાલ લોકો ગટ હેલ્થને લઇને વધારે જાગૃત થયા છે. ભોજનની સૌથી પહેલી અસર આંતરડા પર પડે છે. ગટ એટલે આપણા પેટનું મોટું આંતરડુ. ગટમાં હજારો બેક્ટેરિયા રહેલા હોય છે જેમનું વજન અંદાજે 1 કિલો જેટલું હોય છે. આ નાનાં બેક્ટેરિયા પેટ અને પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એવુ નથી કે ગટમાં માત્ર સારા બેક્ટેરિયા જ હોય છે. તેમાં ખરાબ બેક્ટેરિયા પણ હોય છે, જે કેટલીકવાર હુમલો કરી શકે છે. આવું કેમ થાય છે અને તેને કેવી રીતે સ્વસ્થ રાખવું તેની માહિતી મેળવીએ.
ઇન્ફેકશન
ઘણીવાર કોઈને ઇન્ફેકશન થાય છે અને લોકો તરત એન્ટીબાયોટિક લેવાનું શરૂ કરે છે. એન્ટીબાયોટિક દવાઓથી ઇન્ફેકશન તો થાય જ છે પણ એ સાથે જ તે પેટના સારા બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે, જેનાથી ગટ હેલ્થ પર ખરાબ અસર થાય છે.
એન્ટીબાયોટિક દવાઓ ગટના ગુડ બેક્ટેરિયાને નુકસાન કરે છે
જ્યારે વારંવાર અને લાંબા સમય સુધી એન્ટીબાયોટિક લેવાય છે ત્યારે ગટના બેક્ટેરિયા પણ નુકસાન પામે છે. ખાસ કરીને 50-60 વર્ષની ઉંમર બાદ આ દવાઓ વધુ નુકસાન કરે છે. જેના કારણે ડાયરિયા થવાની શક્યતા વધે છે. તેમાં એક પ્રકાર છે માઈલ્ડ ડાયરિયા, જેને એન્ટીબાયોટિક એસોસિએટેડ ડાયરિયા કહે છે અને બીજો પ્રકાર છે ખુબ જ ગંભીર, જે મોત સુધી લઈ જઈ શકે છે. આવું ત્યારે બને છે જ્યારે બધા સારા બેક્ટેરિયા મરી જાય છે અને માત્ર ખરાબ બેક્ટેરિયા રહી જાય છે. એ આંતરડાને અને કિડનીને પણ નુકસાન કરે છે અને અંતે જીવલેણ સાબિત થઈ શકે છે.
વિચાર કરીને જ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરો
એન્ટીબાયોટિક દવાઓ વિચાર વિમર્શ કર્યા વિના ન લેવી. ઘણા લોકો પેટ ખરાબ થાય એટલે તરત એન્ટીબાયોટિક લઈ લે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. કારણકે શરીરમાં થતી બધી સમસ્યાઓ સ્વયંભૂ ઠીક થતી હોય છે. મોટાભાગના કેસમાં એ વાયરલ ડાયરિયા હોય છે. એન્ટીબાયોટિકથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. તેથી એન્ટીબાયોટિક દવાઓ ફક્ત ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ. એકસાથે ઘણી પ્રકારની દવાઓ લેવી યોગ્ય નથી, ખાસ કરીને વયસ્ક લોકો માટે તો ખુબ નુકસાનદાયક છે. જો કોઈ 1 મહિનાથી વધુ એન્ટીબાયોટિક લે છે તો તેના ઘણા નુકસાનો થઈ શકે છે.
ખરાબ ગટ હેલ્થ કેટલીય બીમારીઓનું કારણ બને છે
જો લાંબા સમય સુધી ગટ હેલ્થ ખરાબ રહે છે તો ઓટોઇમ્યુન બીમારીઓનો ખતરો વધી જાય છે. ઓટોઇમ્યુન બીમારીનો અર્થ એ છે કે શરીરની પોતાની કોષિકાઓ પોતાના શરીર ઉપર જ હુમલો કરે છે. તેનાથી ઓટોઇમ્યુન પેન્ક્રિયાસ, ઓટોઇમ્યુન થાઇરોઇડ અને ઓટોઇમ્યુન નર્વસ સિસ્ટમ થાય છે. જેમાં ગટ બેક્ટેરિયાનો મોટો ભાગ હોય છે. આવી સ્થિતિમાં શરીરના બેક્ટેરિયા શરીરને જ નુકસાન કરવા લાગે છે, જેના કારણે આંતરડા ભારે રીતે નુકસાન પામે છે. આમાં અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ આવે છે, જે બન્ને ઓટોઇમ્યુન બીમારીઓ છે.
વધુ વાંચો: ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન, વધેલી બ્લડ સુગર ઝડપથી થશે ઓછી
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.