બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / પાણીમાં મધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને પીવો, ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી

હેલ્થ / પાણીમાં મધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને પીવો, ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી

Last Updated: 05:00 PM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે તમારું વજન ઓછું કરવાની યાત્રાને સરળ બનાવવી હોય, તો તમારે પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જાણો વજન ઘટાડવા માટેની કેટલીક ટિપ્સ.

શું તમને પણ એવું લાગે છે કે માત્ર એક્સરસાઈઝની મદદથી જ વજન ઘટાડી શકાય છે? જો હા, તો તમારે આ વહેમને તરત જ દૂર કરવો જોઈએ. વજન ઓછું કરવા માટે કસરત અને ખોરાક બંને ખૂબ જ અગત્યના ઘટકો છે. જો તમે તમારું વજન ઓછું કરવાનું કાર્ય સરળ બનાવવા ઈચ્છો છો તો પોષક તત્વોથી ભરપૂર આ કુદરતી ડ્રિન્કને તમારા ડાયટ પ્લાનમાં જરૂરથી શામેલ કરો.

મધ અને મરીવાળું પાણી

મધ અને કાળા મરી બંનેને દાદી-નાનીના સમયથી આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો તમે નિયમિતપણે મધ અને કાળા મરીવાળું પાણી પીશો, તો તમે તમારા શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરી શકશો. મધ અને કાળી મરીવાળું પાણી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.

લાભ જ લાભ

મેદસ્વિતાથી છૂટકારો મેળવવા ઉપરાંત શરદી-ખાંસી અને ગળાની ખારાશ જેવી તકલીફમાંથી રાહત મેળવવા માટે પણ તમે મધ અને કાળા મરીવાળું પાણી પી શકો છો. ઔષધીય ગુણોથી ભરપૂર આ ડ્રિન્ક તમારા ગટ હેલ્થને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે પણ આ ડ્રિન્કનું સેવન કરી શકાય છે.

black-papaer

સહેલાઈથી બની જાય એવી રેસીપી

સામગ્રી:

  • 1 ગ્લાસ ગાળેલું ગરમ પાણી
  • 1 ચમચી શુદ્ધ મધ
  • 1 ચપટી કાળા મરીનો પાવડર

રીત:

  • સૌપ્રથમ એક પૅનમાં એક ગ્લાસ પાણી ગરમ કરો.
  • હવે આ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરો.
  • તૈયાર મિશ્રણને રોજ સવારે પ્રમાણસર પીવો.

કઈ રીતે પીવું:

  • સવારે ઉઠતાની સાથે, ખાલી પેટ.
  • રોજના માત્ર એકવાર પીવું; વધુ નહીં.

ધ્યાનમાં રાખવાના મુદ્દા

  • અતિ સેવન ન કરો: કાળા મરી ગરમ તાસીર ધરાવે છે. વધુ લેવાથી એસીડીટી કે પેટમાં ઇરિટેશન થઈ શકે છે.
  • શુદ્ધ મધ જ વાપરો – માર્કેટમાં નકલી મધ પણ મળે છે તેનો ઉપયોગ કરવો નહીં.
  • જેઓ ગેસ, અલ્સર કે કિડની રોગથી પીડાતા હોય – પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો : ભારતમાંથી પૂરી રીતે નાશ પામી છે આ બીમારી, પાકિસ્તાનમાં દર વર્ષે આવે છે નવા કેસો

મધ અને કળા મરીવાળું પાણી સ્વસ્થ જીવનશૈલી તરફ એક સરળ પગલું બની શકે છે. નિયમિત સેવન અને યોગ્ય આહાર-વ્યાયામ સાથે તેનો ઉપયોગ વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

Vtv App Promotion 2

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

honey Water weight loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ