બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારમાં ઓફિસે ટાઇમસર પહોંચવાના કારણે ઊંઘ નથી પૂર્ણ થતી, તો અપનાવો આ ઉપાય

લાઈફસ્ટાઈલ / સવારમાં ઓફિસે ટાઇમસર પહોંચવાના કારણે ઊંઘ નથી પૂર્ણ થતી, તો અપનાવો આ ઉપાય

Last Updated: 08:21 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના સમયે સમયસર ઊઠી ને ઓફિસ પહોંચવું ઘણા લોકો માટે સહેલું નથી હોતું, કારણ કે રાતે યોગ્ય ઊંઘ ન થતી હોય તો આવી પરિસ્થિતિમાં તમે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખશો તો રાહત મળી શકે છે.

આજકાલની દોડધામભરી લાઈફમાં સવારે ઊઠીને ઓફિસ જવું ઘણાં માટે પડકારરૂપ બન્યું છે. રાતે મોડે સુધી જાગવું, વધુ સ્ક્રીન ટાઈમ અથવા માનસિક તણાવ જેવી બાબતો ઊંઘમાં ખલેલ પેદા કરે છે, જેના કારણે સવારમાં થાક અને આળસ અનુભવાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો નીચે જણાવેલ 5 સરળ ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઊંઘ પૂરતી થવા માટેના ઉપાય

  • ઊંઘવાનો સમય નિશ્ચિત કરો

સૌથી પહેલા, રોજ એક નિશ્ચિત સમયે સૂવાની અને જાગવાની ટેવ વિકસાવો. દરરોજ એક જ સમયે પથારી પર જાઓ અને નક્કી કરેલા સમયે ઉઠો. આથી તમારા શરીરની બાયોલોજિકલ ક્લોક અનુકૂળ બને છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો આવે છે. વીકએન્ડમાં પણ આ રૂટિન જાળવો.

sleep-disorder-2
  • સ્ક્રીન ટાઈમ ઘટાડો

રાત્રે સૂતાં પહેલા મોબાઈલ, લૅપટોપ કે ટીવી સ્ક્રીનની સામે બેસવાનું ટાળો. આવાં ઉપકરણોથી નીકળતી બ્લૂ લાઈટ ઊંઘને અસર પહોંચાડે છે. સુવાના સમયના ઓછામાં ઓછું એક કલાક પહેલાથી સ્ક્રીનથી દૂર રહો. તેની જગ્યાએ કોઈ પુસ્તક વાંચો કે હળવું સંગીત સાંભળો.

  • હળવું રાત્રિભોજન અને કૅફિનથી બચો

રાત્રે બહુ વધારે ખાવું ટાળો, કારણ કે તે પાચનતંત્રને અસર કરે છે અને ઊંઘમાં વિક્ષેપ થાય છે. સાથે સાથે સાંજ પછી ચા, કોફી કે બીજાં કૅફિન આધારિત પદાર્થો પીવાથી બચો. તેની બદલે હર્બલ ટી કે ગરમ દૂધ લઈ શકાય છે, જે ઊંઘમાં સહાયક બને છે.

sleep-disorder-final
  • શાંત સુશોભિત બેડરૂમ બનાવો

ઉંચી ગુણવત્તાવાળી ઊંઘ માટે યોગ્ય વાતાવરણ મહત્વપૂર્ણ છે. તમારા બેડરૂમને રાત્રિના સમયે ઓછા પ્રકાશવાળો, શાંત અને ઠંડો રાખો. સારા ગાદલા અને તકિયાનો ઉપયોગ કરો. જો બહારનો અવાજ ઊંઘમાં ખલેલ પેદા કરતો હોય તો ઈયરપ્લગ કે વ્હાઇટ નૉઇઝ મશીનનો ઉપયોગ કરો.

  • સવારની શરૂઆત પોઝિટિવ કરો

સવારમાં ઉઠીને થોડીક સ્ટ્રેચિંગ કરો, યોગ કરો આથી શરીર અને મન તેજસ્વી અને ફ્રેશ લાગશે. એક ગ્લાસ નવશેકા પાણીથી દિવસની શરૂઆત કરવી પણ ઉત્તમ માનવામાં આવે છે.

વધુ વાંચો: પ્રોસ્ટેટ કેન્સર છે કે નહીં? 40 વર્ષથી મોટી ઉંમરના દરેક પુરુષો ફરજીયાત કરાવો આ ટેસ્ટ

આ સરળ ઉપાયો અપનાવવાથી તમે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકો છો અને સવારનો સમય સરળતાથી મેનેજ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Disorder Remedies for not getting enough sleep morning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ