બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીમાં કેટલી વાર નહાવું જોઈએ? સાથે આ ટિપ્સને પણ ધ્યાને લેજો
Last Updated: 03:18 PM, 13 May 2025
ગરમીના દિવસોમાં દેશભરમાં ભારે ઉકળાટ પડી રહ્યો છે. લોકો ગરમીથી પરેશાન છે. આવામાં લોકો પાણીનો સહારો લે છે. કામથી ઘેર આવ્યા બાદ ઠંડું પાણી પી લે છે અથવા સીધા ઠંડા પાણીથી નહાવા જાય છે. પરંતુ આ બંને ટેવો યોગ્ય નથી.
ADVERTISEMENT
આવું કરવાથી અળાઈ જેવી ત્વચાની તકલીફ થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ ગરમીમાં નહાવાની સાચી રીત જાણવી જોઈએ. સાથે એ પણ જાણવું જોઈએ કે ગરમીમાં ક્યારે અને કેટલી વખત નહાવું?
ગરમીમાં નહાવાની સાચી રીત શું છે?
ADVERTISEMENT
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ક્યારેય પણ તડકામાંથી આવીને તરત નહાવું ન જોઈએ. આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જેમને ગરમીમાંથી આવીને તરત જ શાવર લેવાની ટેવ હોય છે. પરંતુ આવું કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. તે ઉપરાંત, ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પાણીથી શાવર લે છે.
ક્યારેય પણ ઠંડું પાણી સીધું શરીર પર નાખવું જોઈએ નહીં. પહેલા પગ પર પાણી નાખવું, પછી ધીમે ધીમે આખા શરીર પર પાણી નાખવું જોઈએ. ઘણા લોકો સવારે ઉઠીને તરત જ નહાવા લાગે છે, પરંતુ તે ટાળવું જોઈએ. શરીરને પૂરતો સમય આપવો જોઈએ કે તે એનર્જાઈઝ થઈ શકે.
અળાઈની તકલીફ
જો તમને અળાઈની તકલીફ હોય તો લીમડા કે ફૂદીનાના પાનને પાણીમાં ઉકાળીને તે ઠંડું થાય પછી એ પાણીથી ન્હાવું જોઈએ. આવું કરવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે.
ગરમીમાં કેટલી વખત નહાવું જોઈએ?
ગરમીમાં સવારે અને સાંજના સમયે નહાવું યોગ્ય માનવામાં આવે છે. કેમ કે આ બંને સમયે નહાવાથી તમે તાજગી અનુભવો છો. સાથે સાથે, જો તમે ઠંડા પાણીથી શાવર લો છો તો પહેલા પગ પર પાણી નાખો, પછી શરીર પર નાખો. વધારે ઠંડું પાણી ન વાપરવું જોઈએ, કારણ કે તે ત્વચા માટે હાનિકારક થઈ શકે છે.
ખાસ સુચનાઓ
વધુ વાંચો: ગરમીમાં સ્કીનને ફ્રેશ રાખવા અપનાવો આ ટિપ્સ, ભર ઉનાળે પણ મળશે રાહત
ઉનાળામાં દિવસમાં બે વખત ન્હાવું શ્રેષ્ઠ છે, સવારે અને સાંજે. વધુ વખત શાવર લેવું ત્વચા માટે હાનિકારક બની શકે છે. ઠંડા પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ત્વચાની કુદરતી નરમાશ જાળવી રાખવી જોઈએ. ઘરગથ્થું ઉપાયો પણ અપનાવી શકાય છે જેથી ત્વચા તંદુરસ્ત રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.