બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધારે ચા પીનારા લોકો ચેતજો! હૃદય રોગ સહિતની અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ
Last Updated: 12:02 AM, 16 March 2025
ચાની તલબ ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતમાં મોટાભાગના લોકોની ચા સાથે સવાર પડે છે. ઘણા લોકો દિવસમાં અતિશય ચા પીતા હોય છે. જો તેમણે ચા ન મળે તો દિવસ અધૂરો લાગી શકે છે. જો તમે પણ વધુ ચા પિતા હોય તો ચેતી જજો. કેમ કે વધુ ચા પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે વધુ પડતી ચા પીવાથી શું નુકસાન થાય છે.
ADVERTISEMENT
વધુ ચા પીવાથી શરીરમાં થતી સમસ્યાઓ
ADVERTISEMENT
પેટ સંબંધિત સમસ્યા
ચામાં કેફીન અને ટેનિન્સ મળે છે, જે પેટમાં એસિડિટીને વધારી શકે છે. વધુ પડતી ચા પીવાથી એસિડ રિફ્લક્સ, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ખાલી પેટે ચાની પીવાથી પેટની પરતને નુકસાન પહોંચાડી શકે છે.
ઊંઘને પ્રભાવિત કરી શકે છે ચા
ચામાં કેફીન મળી આવે છે જેની વધારે માત્રા શરીરમાં પહોંચવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેફીન મેલાટોનિન ઉત્પાદન પર બ્રેક લગાવી શકે છે. તેનાથી ઊંઘ ખરાબ થઈ શકે છે. મેલાટોનિન હોર્મોન માથાને સંકેત આપે છે કે હવે સુવાનો સમય થઈ ગયો છે. જ્યારે ઉંઘ પુરી નથી થતી ત્યારે મગજ અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
શરીરમાં આયર્નની ઉણપ
જમ્યા પછી તરત જ ચા પીવાથી શરીરમાં ઝીંક અને આયર્નનું શોષણ ઓછું થઈ જાય છે, જેનાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આ ખાસ તો એનિમિયાના દર્દી માટે ખતરનાક છે.
ધબકારા વધારી શકે છે
ચા પીવાથી કેફીન ઓવરલોડ થઈ શકે છે, જેનાથી અમુક લોકોને હ્ર્દયના ધબકારા વધી શકે છે. આ બ્લડ પ્રેશર કે હ્રદયરોગથી પીડિત છે તેમને વધુ જોખમ હોઇ શકે છે.
હાડકાં કમજોર થઈ શકે છે
અતિશય ચા પીવાથી કેલ્શિયમની ખામી થઈ શકે છે, જેનાથી હાડકા નબળા પડી શકે છે. વધારે કેફીનથી ઓસ્ટિયોપોરોસીસનું જોખમ વધી શકે છે.
વધુ વાંચો: 'હિન્દીનો નહીં, પણ તેને ફરજિયાત બનાવવાનો વિરોધ...' ભાષા વિવાદ પર પવન કલ્યાણનું નિવેદન
તણાવ અને બેચેની
કેફીન જો વધુ માત્રા લેવામાં આવે તો આ તણાવ અને બેચેની વધારી શકે છે. ઘણા લોકો વધુ ચા પીધા બાદ ચિડિયાપણું, થાક અને ઘભરાહટ અનુભવી શકો છો. એવામાં તમે ગ્રીન ટી નો ઉપયોગ કરી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.