બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મિનરલ પાણીના નામે બોટલનું પાણી ખરીદનારા સાવધાન! FSSAIએ આપી વોર્નિંગ
Last Updated: 09:24 AM, 25 March 2025
જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો ઘરની બહાર હોય છે અને તરસ લાગે છે ત્યારે આપણે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદીએ છીએ અને પાણી પીએ છીએ. સામાન્ય રીતે લોકો બોટલમાં બંધ પાણી પીવે છે કારણ કે તેઓ તેને સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સલામત માને છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખતરારૂપ બની શકે છે. ડિસેમ્બર 2024માં FSSAI એ બોટલના બંધ પાણીને "સૌથી જોખમી" ફૂડ કેટેગરીમાં મૂક્યું હતું. આ લિસ્ટમાં દૂધ, માંસ, સીફૂડ અને નાના બાળકોનાં ફૂડ (બેબી ફૂડ) જેવા રોજિંદા ખોરાકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મિનરલ પાણી દૂષિત નીકળે તો?
એક રિસર્ચ મુજબ બોટલમાં બંધ પાણીમાં બેક્ટેરિયા અને કેમિકલ મળી આવવાની શક્યતા છે. ઘણી વખત ઉત્પાદન દરમિયાન પાણીની ગુણવત્તા તપાસવામાં આવતી નથી અથવા સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. હવે વિચારો જો તમે જે પાણી સ્વાસ્થ્ય માટે સારું સમજીને પીતા હો તે ગંદુ કે દૂષિત નીકળે તો શું થશે? તેથી FSSAI એ કંપનીઓને કડક નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
પેક બોટલમાં હોઇ શકે છે ઝેરી પદાર્થ
પેક બોટલમાં રહેલા બીજા જોખમ વિશે વાત કરીએ તો તેમાં પ્લાસ્ટિકના બારીક કણ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક લિટર પેક બોટલ પાણીમાં 240000 જેટલા પ્લાસ્ટિક કણો હોઈ શકે છે. આ નેનોપ્લાસ્ટિક કણો એટલા નાના છે કે તે સરળતાથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને ઘણા રોગોનું કારણ બની શકે છે. આ પ્લાસ્ટિકના કણો પાચનતંત્રથી લોહી સુધી પહોંચે છે. આનાથી હોર્મોનલ અસંતુલન, કિડની અને લીવરની સમસ્યાઓ થઈ શકે છે અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે. જરા વિચારો આપણે જે પાણીને સ્વસ્થ સમજીને પીએ છીએ તે આપણા શરીરને ઝેર આપી રહ્યું છે!
પેક બોટલનું પાણી ખરેખર સારું?
આજકાલ મિનરલ વોટર, આલ્કલાઇન વોટર અને કાળા આલ્કલાઇન વોટરનો ભારે ક્રેઝ છે. લોકો માને છે કે આ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ બધું માર્કેટિંગનો ખેલ છે. મોટાભાગના પેક બોટલ પાણીમાં એવા મિનરલ્સ હોતા નથી જે આપણા શરીર માટે ફાયદાકારક હોય. ફેન્સી નામ અને ઊંચી કિંમત હોવા છતાં આ પાણી સ્વચ્છ નળના પાણી કરતાં વધુ ફાયદાકારક નથી. તેથી કોઈ પણ કારણ વગર બ્રાન્ડ અને મોંઘા દાવાઓ પર વિશ્વાસ ન કરો.
આ પણ વાંચો: રોજ સવાર ખાલી પેટ ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ, મગજ તમારું ચાણક્યની જેમ તેજ ચાલશે!
સ્વચ્છ પાણી માટે આટલું કરો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.