બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારંવાર બગાસું આવવું પણ એક બીમારીનું લક્ષણ, એક્સપર્ટે આપી ચેતવણી

હેલ્થ / વારંવાર બગાસું આવવું પણ એક બીમારીનું લક્ષણ, એક્સપર્ટે આપી ચેતવણી

Last Updated: 12:37 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે આખો દિવસ વારંવાર બગાસા લેતા રહો છો? બપોર થાય ત્યાં સુધીમાં અનેક કપ કૉફી પીવી તમારી દિનચર્યાનો હિસ્સો બની ગઈ છે? જો હા, તો આ સામાન્ય થાક નહિ, પણ ગંભીર આરોગ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.

વારંવાર બગાસા આવવા એ ઊંઘના અભાવ અને સંભવિત સ્લીપ ડિસઓર્ડરનું સંકેત હોઈ શકે છે. એક અભ્યાસ અનુસાર, દિવસ દરમિયાન વધુ ઊંઘ આવવી માત્ર આળસ નહિ, પણ તે ડ્રાઈવિંગ એક્સિડન્ટ્સ, કામમાં ભૂલ, માનસિક સમસ્યાઓ અને લાંબા ગાળાની બીમારીઓનું કારણ બની શકે છે. આ સ્થિતિ ખાસ કરીને તે લોકોને વધુ થાય છે, જેમની ઊંઘ પૂરતી અને સારી નથી હોતી. ઊંઘનો અભાવ એ ગંભીર આરોગ્ય મુદ્દો છે, જેના કારણે દરરોજ સમાજમાં અકસ્માતો અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વધી રહી છે.

વારંવાર બગાસા આવવાનું કારણ શું હોઈ શકે?

  • પૂરતી ઊંઘ ન થવી
  • ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયા અથવા નાર્કોલેપ્સી જેવા સ્લીપ ડિસઓર્ડર
  • તણાવ અને ડિપ્રેશન
  • દવાઓના સાઇડ ઇફેક્ટ
  • અનિયમિત લાઈફસ્ટાઇલ અને મોડે રાત સુધી સ્ક્રીનનો ઉપયોગ

આ સમસ્યાથી કયા જોખમ ઊભા થઈ શકે?

  • માનસિક થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
  • ડ્રાઈવિંગ દરમિયાન અકસ્માત થવાનો ખતરો
  • કામમાં ભૂલો થવી
  • ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો
  • સામાજિક વર્તનમાં ફેરફાર, જેમ કે ચિડિયાપણું અને ચિંતા

આ સમસ્યાથી બચવા માટે શું કરવું?

  • દરરોજ ઓછામાં ઓછું 7-8 કલાક ઊંઘ લેવી
  • સુવાને અને ઉઠવાને સમયને નિયમિત રાખવો
  • સુતા પહેલા સ્ક્રીન ટાઈમ ઘટાડવો
  • કેફીન અને દારૂનો ઉપયોગ મર્યાદિત રાખવો
  • જરૂર લાગે તો સ્લીપ એક્સપર્ટની સલાહ લેવી

વધુ વાંચો: વારંવાર એન્ટિબાયોટિક્સ દવા લેતા હોય તો ચેંતી જજો, થઈ શકે છે પેટને મોટું નુકસાન, જાણો

વારંવાર બગાસા આવવા માત્ર થાક નહિ, પણ શરીરની એક ચેતવણી છે કે તેને પૂરતો આરામ મળતો નથી. તેને અવગણવું ભવિષ્યમાં મોટી બીમારીનું કારણ બની શકે છે. તેથી ઊંઘને મહત્વ આપો અને તંદુરસ્ત જીવન માટે જાગૃત રહો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lack of sleep Yawning health problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ