બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ ખાઓ આ ખાટા ફળ, ડિપ્રેશન અને તણાવ થઈ જશે દૂર અને શરીર રહેશે સ્વસ્થ

હેલ્થ / રોજ ખાઓ આ ખાટા ફળ, ડિપ્રેશન અને તણાવ થઈ જશે દૂર અને શરીર રહેશે સ્વસ્થ

Last Updated: 08:52 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસ દરમિયાન ખાધેલું એક સફરજન અનેક બીમારીઓથી બચાવવાની તાકાત આપે છે. પરંતુ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન સિવાય પણ એક એવું ફળ છે, જે આરોગ્ય માટે ખુબજ લાભદાયી છે. તે આપણાં આંતરડાનું ધ્યાન રાખે છે.

સફરજન અને સ્વાસ્થ્ય

સફરજનને લઈને અંગ્રેજીમાં એક પ્રખ્યાત કહેવત છે – "એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે." એટલે કે, રોજ એક સફરજન ખાવાથી તંદુરસ્ત રહી શકાય. આ વાક્ય તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે એક નવી સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે સફરજન સિવાય પણ એક વિશિષ્ટ ફળ છે, જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને આપણા પાચનતંત્ર માટે લાભદાયી છે.

શા માટે ખાટું ફળ ખાવું જરૂરી છે?

સારી તંદુરસ્તી માટે એક આરોગ્યદાયક આંતરડા હોવા જરૂરી છે, જે ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક સાબિત થાય અને કેટલાક જુના રોગોના જોખમને ઘટાડે. જો પેટ આરોગ્યદાયક હોય, તો તે સીધી મગજ પર અસર કરે છે. શારીરિક રાસાયણિક પદાર્થો – જે આપણને સારો અનુભવ કરાવવા માટે જવાબદાર છે – જેમ કે સેરોટોનિન (90%) અને ડોપામાઇન (50% થી વધુ) મોટા ભાગે પાચનતંત્રમાં જ બને છે.

Fruits (2)

પેટ અને સારા મૂડ વચ્ચેનો સંબંધ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના 2024ના એક સંશોધન અનુસાર, ખાટા ફળો અને મૂડ વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ જોવા મળ્યો છે. સંશોધનમાં 30,000થી વધુ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાં જાણવા મળ્યું કે જે મહિલાઓ નિયમિતપણે વધુ ખાટા ફળોનું સેવન કરે છે, તેમનામાં ડિપ્રેશન થવાની સંભાવના ઓછી હોય છે, જેમની સરખામણીમાં ખાટા ફળ ન ખાતી મહિલાઓમાં ડિપ્રેશન વધારે જોવા મળ્યું.

દૈનિક જીવનમાં કયું ખાટું ફળ ખાવું?

બધા ફળોમાં એક ખાસ ફળ ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે. આ ફળ ડિપ્રેશનના જોખમને 20% સુધી ઘટાડે છે, પાચનતંત્રને મજબૂત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દરરોજ એક મધ્યમ કદનું સંતરા ખાવાથી ડિપ્રેશન થવાનું જોખમ લગભગ 20% સુધી ઘટી શકે છે. આ પ્રભાવ ફક્ત ખાટા ફળોમાં જોવા મળ્યો હતો, જ્યારે અન્ય શાકભાજી અને ફળો પર આવા સ્પષ્ટ પરિણામો જોવા મળ્યા નહોતા.

આ ખાટા ફળના ફાયદા

વધુ ખાટા ફળો ખાવાથી ફેકેલિબેક્ટેરિયમ પ્રોસ્નિટ્ઝી નામક એક ફાયદાકારક બેક્ટેરિયાના સ્તરમાં વધારો થાય છે, જે શરીરમાં સોજા ઘટાડવાના ગુણધર્મો ધરાવે છે. આ જ બેક્ટેરિયા સેરોટોનિન અને ડોપામાઇનને મગજ સુધી પહોંચવામાં પણ સહાય કરે છે. એક સંશોધન મુજબ, જે લોકો ઓછા ખાટા ફળો ખાય છે, તેઓમાં ડિપ્રેશનને લગતી સમસ્યાઓ વધતી જાય છે.

વધુ વાંચો: સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

diet Health sour fruit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ