બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરના આ 6 સંકેતોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, નહીંતર હેલ્થ થઇ જશે અનહેલ્ધી
Last Updated: 03:32 PM, 19 March 2025
આજકાલની દોડધામભરી જિંદગી અને અયોગ્ય ખોરાકના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આપણું પાચન તંત્ર માત્ર ખોરાક પચવવાનું કામ જ નથી કરતું, પરંતુ તે આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે જવાબદાર છે. તેથી, ખરાબ પાચનતંત્ર અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો, એવા 6 સંકેતો વિશે જાણીએ, જે ખરાબ પાચનતંત્ર તરફ સંકેત આપે છે. જો તમે આ સંકેતોને ઓળખી શકો, તો તમારું પાચનતંત્ર સુધારી શકશો.
ADVERTISEMENT
ખરાબ પાચનતંત્રના સંકેત
ADVERTISEMENT
જો તમને વારંવાર પેટમાં વાયુ, સૂજન અથવા અપચો થતો હોય, તો તે ખરાબ પાચનતંત્રનો સંકેત હોઈ શકે. પાચનતંત્રમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ખોરાક યોગ્ય રીતે પચાવવામાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે વાયુ અને સૂજન થાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે, તો તેને અવગણવી ન જોઈએ.
ખરાબ પાચનતંત્રનો બીજો મહત્વપૂર્ણ સંકેત છે શૌચ ક્રિયામાં તકલીફ થવી. કબજિયાત, ડાયરીયા અથવા મળમાં ગંધ આવવી એ પાચન તંત્રની ગડબડ દર્શાવે છે. જો તમને વારંવાર કબજિયાત અથવા દસ્તની તકલીફ રહે, તો તે તમારા આંતરડાંમાં બેક્ટેરિયાના અસંતુલનનું પરિણામ હોઈ શકે.
જો તમને હંમેશાં થાક લાગતો હોય અને નબળાઈ અનુભવો, તો તે પણ ખરાબ પાચનતંત્રનો સંકેત હોઈ શકે. ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી અથવા ખોરાકમાંથી જરૂરી પોષક તત્વો શરીર સુધી ન પહોંચે, તો સતત થાક અને નબળાઈ અનુભવાય છે.
ત્વચા પર ખીલ અથવા ડાઘ વધારે થતાં હોય તો તે ખરાબ પાચનતંત્રનો ઇશારો છે. આંતરડાં અને ત્વચા વચ્ચે ગાઢ સંબંધ હોય છે. આંતરડાંમાં સોજો અથવા સારા-ખરાબ બેક્ટેરિયાના અસંતુલનના કારણે ત્વચા પર પ્રતિકૂળ અસર થઈ શકે. જો ત્વચા સંબંધિત સમસ્યાઓ લાંબા સમયથી ચાલુ છે, તો તે તમારા પાચન તંત્રની ગડબડને દર્શાવી શકે.
જો તમારા વજનમાં કોઈ સ્પષ્ટ કારણ વગર વધારો કે ઘટાડો થઈ રહ્યો હોય, તો તે ખરાબપાચનતંત્રનો સંકેત હોઈ શકે. આંતરડાંમાં રહેલા બેક્ટેરિયા આપણા શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે. જો આ બેક્ટેરિયામાં અસંતુલન હોય, તો શરીરનું વજન અચાનક વધે કે ઘટી શકે.
આંતરડાં અને દિમાગ એકબીજાથી ગાઢ રીતે સંકળાયેલા હોય છે. ખરાબ પાચનતંત્ર સીધું જ આપણા માનસિક આરોગ્ય પર અસર કરે છે. જો તમને વારંવાર મૂડ સ્વિંગ, ચિંતા અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓ થાય, તો તે પણ પાચનતંત્રની અસ્વસ્થતાને દર્શાવી શકે.
પાચનતંત્રનું ધ્યાન રાખવા માટે શું કરવું?
વધુ વાંચો: નારિયેળ કે લીંબુ પાણી? જાણો હેલ્થ માટે કયું ડ્રિંક સૌથી વધારે ફાયદાકારક
જો તમે ઉપરના સંકેતોને અવગણશો નહીં અને યોગ્ય સમય પર પગલાં લેશો, તો તમારું પાચન તંત્ર સ્વસ્થ રહેશે અને તમે અનેક તકલીફોમાંથી બચી શકશો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.