બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભર ઉનાળે નાકમાંથી નસકોરી ફૂટે છે? તો હોઇ શકે છે આ બીમારી, અપનાવો આ ઉપાય
Last Updated: 07:54 AM, 21 April 2025
હવે ગરમી પોતાનો પ્રભાવ બતાવી રહી છે . આ ઋતુ શરૂ થતાની સાથે જ આરોગ્યને અનેક પ્રકારની મુશ્કેલીઓ થવા લાગે છે. ઘણાં લોકોને નાકમાંથી લોહી આવવાની ફરિયાદ રહે છે.
ADVERTISEMENT
ખાસ કરીને જ્યારે તાપમાન ઝડપથી વધે ત્યારે આ સમસ્યા વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાકમાંથી લોહી આવવું ફક્ત ગરમીનું પરિણામ નથી પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે? તેને અવગણવી હાનિકારક બની શકે છે. તો ચાલો જાણીએ કે નાકમાંથી લોહી આવવું કઈ બીમારીઓનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
ગરમીમાં નાકમાંથી લોહી આવવાનું કારણ:
ગરમીના સમયમાં નાકમાંથી લોહી આવવું એ શારીરિક કે પર્યાવરણ સંબંધિત કારણોથી થતી સામાન્ય સમસ્યા છે. ગરમી વધતાં વાતાવરણમાં ભેજ ઘટી જાય છે, જેના કારણે નાકની અંદરની ત્વચા સુકાઈ જાય છે. આથી નાકમાંથી લોહી નીકળી શકે છે.
જ્યારે ખૂબ ગરમી પડે છે, ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે. આથી નાકની લોહીની નસો ફૂલવા લાગે છે અને થોડું દબાણ પણ નાસિકાથી લોહી બહાર આવવાનું કારણ બની શકે છે.
ગરમીમાં ધૂળ, પ્રદૂષણ અને બીજા એલર્જી પેદા કરનારા તત્ત્વો વધી જાય છે, જેનાથી નાકની અંદરના પડ પર અસર થાય છે. સતત ઉધરસ કે છીંક આવવાથી નાકની અંદરની નસો છોલાય જાય છે અને લોહી આવતું થઈ શકે છે.
નાકમાંથી લોહી કયા રોગનો સંકેત આપી શકે છે?
ગરમીમાં નાકમાંથી લોહી આવવું સામાન્ય હોય શકે છે, પણ જો એ વારંવાર થાય અથવા વધુ માત્રામાં લોહી નીકળે, તો તે હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે છે. જો તમને વારંવાર નાકમાંથી લોહી આવતું હોય, તો સાવચેત થઈ જાવ. બ્લડ પ્રેશર વધવાથી લોહીની નસો પર દબાણ વધે છે અને નાકમાંથી લોહી આવવાની શક્યતા વધી જાય છે.
આ બીમારીઓમાં પણ નાકમાંથી લોહી આવે છે
વધુ વાંચો: જો રાત્રે ઊંઘતી વખતે પરસેવો આવતો હોય તો ચેંતી જજો, હોઈ શકે આ 6 મોટી બીમારીઓના સંકેત
જ્યારે નાકમાંથી લોહી આવે ત્યારે શું કરવું?
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.