બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ સ્વિમિંગ પછી આવે છે ઊંઘ? જાણો તેની પાછળના આ 7 કારણો
Last Updated: 10:05 AM, 13 May 2025
ઘણા લોકો શોખપૂર્વક સ્વિમિંગ ક્લાસ સ્ટાર્ટ કરે છે. શરૂઆતના દિવસોમાં તરવાની ખુબ જ મજા આવે છે, પણ થોડા સમય બાદ સ્વિમિંગ કર્યા પછી થાક અનુભવાય છે અને આંખો ઊંઘથી ભરાયેલી લાગે છે. આવા સમએ વિચાર આવે કે ક્યાંક શરીર કમજોર થઈ ગયું છે?
ADVERTISEMENT
જો તમને પણ એવું લાગે છે તો તમારે જાણવું જોઈએ કે આની પાછળનું કારણ કમજોરી નથી, પણ કંઈક બીજી બાબત છે. હા, સ્વિમિંગ કર્યા પછી થાક અને ઊંઘ આવવી એ સામાન્ય બાબત છે અને શરીરની એક પોઝિટિવ પ્રક્રિયા છે. પણ એવું કેમ થાય છે, તે સમજી લઈએ.
સ્વિમિંગ પછી ઊંઘ આવવાના 7 મુખ્ય કારણો
ADVERTISEMENT
સ્વિમિંગ એ ફુલ બોડી વર્કઆઉટ છે. તેના દરમિયાન શરીરના તમામ સ્નાયુઓ, હૃદય અને ફેફસાં એ સક્રિય રીતે કામ કરવું પડે છે. આથી શરીરમાં ઊર્જા ઝડપથી વપરાય છે. જ્યારે મસલ્સમાં રહેલું ગ્લાઈકોજન ઓછું થઈ જાય છે, ત્યારે થાક અને ઊંઘની લાગણી થાય છે.
પાણીમાં તરતી વખતે શરીરનું તાપમાન ઘટે છે. ઠંડા પાણીમાં તરવાથી શરીર ફરીથી ગરમ થવાનો પ્રયત્ન કરે છે, જેને લીધે મેલાટોનિન નામનો હોર્મોન છૂટે છે . જે ઊંઘ લાવવા માટે જવાબદાર છે. ખાસ કરીને જ્યારે તમે સવારે કે બપોરે સ્વિમિંગ કરો ત્યારે આ અસર વધારે જણાય છે.
સ્વિમિંગ દરમ્યાન હૃદય ઝડપથી ધબકે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. સ્વિમિંગ પછી હૃદયની ગતિ ધીમી થાય છે, જે શરીરને આરામની સ્થિતિમાં લઈ જાય છે. આ આરામવાળી સ્થિતિ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જેને લીધે ઊંઘ વધુ આવે છે.
સ્વિમિંગ દરમિયાન શ્વાસની ટેકનિક મહત્વપૂર્ણ હોય છે. પાણીમાં શ્વાસ નિયંત્રિત કરવો પડે છે, જેના કારણે ઑક્સિજનની જરૂરિયાત વધી જાય છે. જો શ્વાસ પૂરતો ન લેવાય તો મગજ અને શરીર થાકી જાય છે. જે ઊંઘ તરફ દોરે છે.
જેમ કે જમીન પર વ્યાયામ કરતી વખતે પસીનો આવે છે, તેમ જ પાણીમાં તરતી વખતે પણ પસીનો આવે છે. ભલે તે દેખાતો નહીં. આવું થવાથી ડીહાઇડ્રેશન થાય છે અને સોડિયમ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જાય છે. આ ઊર્જા ઘટાડી દે છે અને ઊંઘ વધારે આવે છે.
સ્વિમિંગ દરમિયાન પાણીમાં હોવાને કારણે તણાવ ઓછો થાય છે. પાણી શરીર અને મગજને શાંત બનાવે છે. મગજ શાંત અને તણાવમુક્ત થતા જ ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે.
સ્વિમિંગ પુલમાં રહેલા પાણીમાં ક્લોરીન અને બીજા રસાયણો હોય છે. તે ચામડી અને શ્વસનતંત્રને અસર કરી શકે છે. કેટલાક લોકોને ક્લોરીનની ગંધથી થાક અને ઊંઘ અનુભવાય છે.
ઊંઘ અને સુસ્તી દૂર કરવાની ટિપ્સ
વધુ વાંચો: ખાલી પેટ ચાલવાથી શું થાય છે? જાણી લો આ કસરતના 8 ચોક્કસ ફાયદા
આ રીતે, તરી લીધા પછી ઊંઘ આવવી સામાન્ય છે અને તમારું શરીર થાક બાદ આરામ માગી રહ્યું હોય છે. ખોટી રીતે કમજોરી માનવાની જરૂર નથી . તમારું શરીર સુસ્થિર રીતે કામ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.