બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીની સિઝનમાં વધી જાય છે ચિકનગુનિયાની બીમારી, બચવા અપનાવો આ ઉપાય, જાણો લક્ષણ
Last Updated: 08:53 AM, 19 March 2025
ઉનાળો શરૂ થતાં જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેનાથી વિવિધ પ્રકારની બીમારીઓ પેદા થાય છે. તેમાં એક ચિકનગુનિયા પણ છે. ચિકનગુનિયા એ એવી બીમારી છે, જે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ઉનાળા અને ચોમાસા દરમિયાન સામાન્ય બની ગઈ છે. ચિકનગુનિયા એ મચ્છરના કરડવાથી થતો વાયરસ સંક્રમણ છે. જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાઈ શકે છે. આ બીમારીના લક્ષણો મચ્છરના કરડવાના 3 થી 7 દિવસ પછી દેખાઈ શકે છે.
ADVERTISEMENT
ઉનાળો અને ભેજ વધતાં મચ્છર ઝડપથી વધી જાય છે. જેના કારણે ચિકનગુનિયા થવાનો ખતરો વધી જાય છે. આ બીમારીમાં તેજ તાવ, સાંધામાં દુખાવો અને શરીર પર લાલ નિશાન પડવા જેવા લક્ષણો જોવા મળે છે. તેથી, સમય રહેતાં આ બીમારીથી બચવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ ચિકનગુનિયાના લક્ષણો અને તેનો બચાવ કેવી રીતે કરી શકાય?
ઉનાળામાં ચિકનગુનિયાનો ખતરો કેમ વધી જાય છે?
ADVERTISEMENT
હકીકતમાં, ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા સાથે વાતાવરણમાં ભેજ પણ વધારે થાય છે. જેનાથી મચ્છરોનો વિકાસ ઝડપી થાય છે. પાણી ભરાઈ રહેતી જગ્યાઓ પર મચ્છરો સરળતાથી ઉગી શકે છે. ઘણા લોકો ઉનાળામાં ખુલ્લા આકાશ નીચે ઊંઘે છે, જેનાથી મચ્છરના કરડવાનું જોખમ વધે છે. આ જ કારણ છે કે ઉનાળાની શરૂઆતમાં જ સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.
ચિકનગુનિયા ના લક્ષણો
આ રીતે કરો બચાવ
ઘરની આસપાસ પાણી ન ભરાવો દો. કૂલર, કુંડા, ટાયર અને જૂના વાસણોમાં ભરાયેલું પાણી કાઢી નાખો. તેમજ ગટર અને નાળીઓની સાફ-સફાઈ પર ધ્યાન આપો. ઉનાળામાં પૂરા હાથ અને પગ ઢાંકી શકે તેવા કપડાં પહેરો, જેથી મચ્છર કરડવાનો ખતરો ઓછો થાય. રાત્રે ઊંઘતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરો. ચિકનગુનિયા થી બચવા માટે દરરોજ લીંબુ પાણી, નાળિયેર પાણી અને તાજા ફળોના રસ પીવો.
હળદર, આદુ, તુલસી અને ગીલોય જેવી પ્રાકૃતિક વસ્તુઓને આહારમાં સામેલ કરો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું. ઘરમાં લીમડાના પાન સળગાવવાથી કે તુલસીનો છોડ લગાવવાથી મચ્છર દૂર રહે છે. જો આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
વધુ વાંચો: તમારું ફેવરિટ ફૂડ જ તમારું દુશ્મન! વધતી સ્વાસ્થ્ય સમસ્યાને લઈ ICMRની ગાઈડલાઈન જાહેર
ચિકનગુનિયા સિવાય અન્ય બીમારીઓ નો પણ ખતરો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.