બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / કપડા કે વાળ પર ચિંગમ ચોંટી જાય તો શું કરવું? આ સરળ ટિપ્સ જબરદસ્ત કારગર

લાઈફસ્ટાઈલ ટિપ્સ / કપડા કે વાળ પર ચિંગમ ચોંટી જાય તો શું કરવું? આ સરળ ટિપ્સ જબરદસ્ત કારગર

Last Updated: 10:45 AM, 30 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા કપડા કે વાળમાં ચ્યુઈંગમ ચોંટી ગઈ હોય તો ગભરાવાની જરૂર નથી, બસ આ સરળ ટિપ્સનો ઉપયોગ કરીને તેને થોડી જ મિનિટોમાં કાઢી શકો છો.

બાળકો ઘણીવાર ચ્યુઈંગમ ગમ ખાય છે અને ક્યારેક તેમના કપડા પર ચોંટી પણ જાય છે. શાળામાં મજાક મસ્તી દરમિયાન પણ, બાળકો એકબીજાના વાળ અથવા કપડાં પર ચ્યુઈંગમ ચોંટાડવાની મજાક કરતા હોય છે. પરંતુ કપડા પર ચ્યુઈંગમ સુકાઈ જાય પછી તેને કાઢવી મુશ્કેલ બની જાય છે. કપડું ફાટી જાય તો પણ ચ્યુઈંગમ નીકળતી નથી. પરંતુ આ સરળ ટ્રીકની મદદથી તમે કપડા કે વાળમાંથી ચ્યુઈંગમને હટાવી શકો છો.

કપડાં પર ચોંટી ગયેલી ચ્યુઈંગમ કાઢવા માટે ટ્રિક્સ

જો કપડા પર ચ્યુઈંગમ ચોંટી ગઈ હોય તો ચિંતા ન કરો, બરફનો ટુકડો લો અને તેને ચ્યુઈંગમ ચોંટી હોય એ જગ્યા પર ઘસો. જ્યાં સુધી કપડું અને ચ્યુઈંગમ ઠંડા ન થાય ત્યાં સુધી બરફને ઘસો. ચ્યુઈંગમ ઠંડી થઈ જાય એટલે તેને હાથેથી ઉખાડી લો. તે ખૂબ જ સરળતાથી ઉખડી જશે. જો આખી ચ્યુઈંગમ એકસાથે ન ઉખડે તો વધુ બરફ ઘસો. થોડી જ વારમાં બધી ચ્યુઈંગમ સરળતાથી ઉખડી જશે.

Chewing-Gum-1

નેઇલ રીમુવર પણ આવે છે કામ

નેઇલ રીમુવરનો ઉપયોગ કઈને પણ કપડાંમાંથી ચ્યુઈંગમ કાઢી શકાય છે. ચ્યુઈંગમ પર નેઇલ રીમુવર લગાવો. તેમાં હાજર આલ્કોહોલ અને પોલિમર ચ્યુઈંગમથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

PROMOTIONAL 13

આ પણ વાંચો: મોટું ઓશીકું લઈને સૂતા હોય તો સાવધ, મજા બની જશે આવતા સમયમાં સજા, આરામ થશે હરામ

વાળ પર ચોંટેલી ચ્યુઈંગમ કેવી રીતે ઉખાડશો

જો કપડાની જેમ વાળ પર ચ્યુઈંગ ગમ ચોંટી ગઈ હોય તો વાળ કપાવવાની જરૂર નથી. ત્રણથી ચાર બરફના ટુકડાને રૂમાલ અથવા કપડામાં લપેટીને પોટલી બનાવો. આ પોટલી જ્યાં ચ્યુઈંગમ ચોંટી હોય ત્યાં ઘસો. જ્યારે વાળ સંપૂર્ણપણે ઠંડા થઈ જાય, ત્યારે ચ્યુઈંગમને ઉખાડી લો. વારંવાર અને ધીરે ધીરે ઘસવાથી બધી ચ્યુઈંગમ ઉખડી જશે. વાળમાંથી ચ્યુઈંગમ હટાવવા માટે હેર સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Remove Chewing Gum Lifestyle Cleaning Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ