કટિંગથી લઇને કાવા સુધી અલગ-અલગ ચાના છે આ અઢળક ફાયદાઓ

By : juhiparikh 03:47 PM, 10 August 2018 | Updated : 03:47 PM, 10 August 2018
ઘણા લોકોના ફેવરિટ ડ્રિંકમાં એક ચા હોય છે. ઘણાબધા લોકોના તો દિવસની શરૂઆત જ ચાથી થાય છે વરસાદની સિઝન તેમના માટે ચાની ચુસ્કી વગર અધુરી છે. પણ તમને ખબર છે તમારી ભાવતી ચા અનેક જુદા જુદા પ્રકારે મળે છે અને તે બધાના અલગ અલગ ફાયદા પણ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કાશ્મીરી કાવાથી લઈને કટિંગ ચાના શું ફાયદા છે.

સુલેમાની ચા:
સુલેમાની ચા મહદઅંશે બ્લેક ટી જેવી હોય છે. આ ચા સ્ટ્રેસને દૂર કરીને ઇમ્યૂનિટી વધારે છે તેને દૂધ અથવા દૂધ વગર પણ પી શકાય છે. વરસાદની સિઝનમાં બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી પોતાને બચાવવા લીબૂં અને લીમડાના પાનમાંથી બનેલી આ ચાનું સેવન કરવામાં આવે છે. આ ચા પેટના કૃમીનો પણ નાશ કરે છે.

કાશ્મીરી કાવો:
આ ચા સુકામેવા, તજ અને તાજા મસાલાઓને ભેળવીને બનાવવામાં આવે છે. વરસાદની સિઝનમાં આ ચાની ચુસ્કી તમને સ્વર્ગીય આનંદ આપશે. આ ચા ઇમ્યૂન સિસ્ટમને ખૂબ મજબૂત કરે છે. તેમજ તેનું સેવન તમને વરસાદમાં થતી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

કટિંગ ચા:
કટિંગ ચામાં પડતું આદું, તજ અને વરિયાળી તમામ બિમારીઓને દૂર ભગાડશે. તેમજ આ ચા પીવાથી તમારા પેટની પણ અનેક સમસ્યાઓનો નિકાલ થાય છે. 

મેંગો ગ્રીન ટી:
ચોમાસાની સીઝનમાં તંદુરસ્ત રહેવા માટે તમે સવારની શરૂઆત આ ચા દ્વારા શરુ કરી શકો છો. વિટામિન A,B અને Cના ગૂણોથી ભરપુર આ ચા તમને હાર્ટએટેક અને બીજી હેલ્થ સમસ્યા સામે રક્ષણ આપે છે.

દરબારી કાવો:
પારંપરિક મસાલાઓથી તૈયાર થનારી આ ચા એન્ટી એજિંગ ડ્રિંકની જેમ કામ કરે છે, જેના સેવનથી કોલેસ્ટ્રૉલ લેવલને કંટ્રોલ કરવાની સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ ચા પવાથી શરદી-ઉધરસથી બચી શકો છો.

લીબૂંની ચા:
એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર આ ચાના સેવન તમે આ સિઝનમાં એકદમ સ્વસ્થ્ય રહેશો.  આ સિવાય પેટના કૃમિ હોવાની સમસ્યા, હાર્ટબર્ન, કબજિયાત, હાર્ટ ડિસીઝ અને કેન્સરને ભય નથી રહેતો.

રોઝ ડિલાઇટ:
સ્વાદમાં તો ખૂબ ટેસ્ટી એવી આ ચાનું સેવન તમારા પાચન તંત્રને તો મજબૂત કરશે જ સાથે સાથે હાર્ટ સંબંધી બીમારીને પણ તમારાથી દૂર રાખશે. તેમજ આ ચાનું સેવન સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે.Recent Story

Popular Story