બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાસપોર્ટ બનાવતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ
Last Updated: 11:58 PM, 15 March 2025
ભારતમાં રહેતા લોકો પાસે વિવિધ જરૂરિયાતો મુજબ વિવિધ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. જેમ કે જો કોઈ ભારત સરકાર તરફથી ઓછી કિંમતે રાશનની સુવિધા મેળવવા માંગે છે. તો તેના માટે રેશનકાર્ડ હોવું જરૂરી છે. કોઈને મતદાન કરવું હોય તો તો તેની પાસે મતદાર કાર્ડ હોવું જરૂરી છે. તેવી જ રીતે જો કોઈને દેશની બહાર જવું હોય તો તેના માટે તેની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. કોઈપણ વ્યક્તિ પાસપોર્ટ વગર ભારતની બહાર કોઈપણ દેશમાં મુસાફરી કરી શકશે નહીં. પાસપોર્ટ મેળવવા માટે વ્યક્તિએ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેના માટે કેટલાક દસ્તાવેજો જરૂરી છે. પરંતુ પાસપોર્ટ બનાવતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પાછળથી ભારે દંડ ભરવો પડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતમાં પાસપોર્ટ બનાવવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા ફક્ત તે નિયમો હેઠળ જ પૂર્ણ થાય છે. પાસપોર્ટ બનાવતી વખતે લોકો ઘણીવાર મોટી ભૂલ કરે છે. પાસપોર્ટ માટે અરજી ફોર્મ ભરતી વખતે ઘણી વખત લોકો નાની માહિતી છુપાવે છે અથવા ક્યારેક તેઓ ખોટી માહિતી ભરે છે. પણ જો તમે પાસપોર્ટ અરજીની માહિતી ખોટી ભરો છો તો તે પકડાઈ જાય છે. તો આવી સ્થિતિમાં તમારે દંડ ભરવો પડી શકે છે.
નિયમો અનુસાર, તમારે 500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલા માટે જ્યારે તમે પાસપોર્ટ માટે અરજી કરો છો. તો ફરી એકવાર દાખલ કરેલી બધી માહિતી બે વાર તપાસો. જેથી તમારે પછીથી દંડ ભરવાની સમસ્યાનો સામનો ન કરવો પડે.
વધુ વાંચો : રેશનકાર્ડના રંગ પરથી જાણી શકશો કે તમે કઈ કેટેગરીમાં આવો છો, જાણો તેના ફાયદા
જો તમે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે કોઈ ખોટી માહિતી દાખલ કરો છો. જો તે પછીથી તમારા રેકોર્ડ સાથે મેળ ખાતું નથી, તો તમારે ફક્ત દંડ જ નહીં ભરવો પડશે પરંતુ તમારી અરજી પણ રદ થઈ શકે છે. આ પછી જ્યારે પણ તમે પાસપોર્ટ મેળવવા માંગતા હો, ત્યારે તમારે ફરીથી અરજી કરવી પડશે. અને તમારે ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, તેથી માહિતી ભરતી વખતે સાવચેત રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.