બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / શું કોન્ડોમની પણ હોય છે એક્સપાયરી ડેટ? ખરીદતા પહેલા આ જાણકારી હોવી અત્યંત જરૂરી
Last Updated: 12:34 PM, 4 July 2024
જ્યારે પણ તમે કોઈપણ સામાન ખરીદો છો, ખાવાનું વસ્તુ ખરીદો છો કે દવાઓ ખરીદો છો, તો સૌથી પહેલા તમે તેના પર લખેલી એક્સપાયરી ડેટ જુઓ છો કે તેને ક્યાં સુધી વાપરી શકાશે. પરંતુ, શું લોકો કોન્ડોમ ખરીદતી વખતે આવું કરે છે? શું તમે ક્યારેય કોન્ડોમ ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ જાણવાનો પ્રયત્ન કર્યો છે? જવાબ કદાચ ના જ હશે.
ADVERTISEMENT
પરંતુ, હવે સવાલ એ પણ છે કે શું કોન્ડોમની કોઈ એક્સપાયરી ડેટ હોય છે? અને જો હોય પણ છે, તો પછી એક કોન્ડોમ તેની મેનુફેકચરિંગ ડેટથી કેટલા સમય સુધી યુઝ કરી શકાય છે? ચાલો જાણીએ.
શું કોન્ડોમ ક્યારેય એક્સપાયર થાય છે?
ADVERTISEMENT
આનો સરળ જવાબ છે હા. અન્ય દરેક વસ્તુની જેમ કોન્ડોમ પણ એક્સપાયર થઈ જાય છે. તેથી, જ્યારે પણ તમે કોન્ડોમ ખરીદો, તો હંમેશા તેની મેનુફેકચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ હંમેશા જોઈ લેવી જોઈએ. દરેક કોન્ડોમના પેકેટ પર તેની એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે અને તેને ખરીદતા પહેલા તેને જોઈ લેવી જરૂરી હોય છે. કોન્ડોમ થોડા વર્ષો પછી એક્સપાયર થઈ જાય છે, એટલે એક્સપાયરી ડેટવાળા કોન્ડોમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મોટાભાગના કોન્ડોમની એક્સપાયરી ડેટ એકથી પાંચ વર્ષની વચ્ચે હોય છે.
ઘણીવાર અન્ય ઘણા કારણોસર કોન્ડોમ સમય કરતા પહેલા પણ ખરાબ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જો કોન્ડોમને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો પણ તે બગડી શકે છે. આવી સ્થિતિમાં જો કોન્ડોમ સુકાઈ ગયું હોય કે ચીકણું થઈ ગયું હોય અથવા થોડું ટાઈટ લાગે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજા કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
વધુ વાંચો: શારીરિક સંબંધ બનાવવાથી કેટલા ફાયદા? એક્સપર્ટની પાવરફૂલ સલાહ, કારણો ગદગદિત
એક્સપાયર થયેલ કોન્ડોમનો ઉપયોગ કર્યો તો શું થશે?
ખરાબ કોન્ડોમ અથવા એક્સપાયર થયેલ કોન્ડોમનો ઉપયોગ ઘણી સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. દેખીતી રીતે આપણે જાતીય રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. કોન્ડોમ થોડા સમય પછી તૂટવા લાગે છે અને લુબ્રિકન્ટ ખતમ થવા લાગે છે. આનાથી કોન્ડોમમાં કાણા પડવાની અને ફાટી જવાની શક્યતા વધી જાય છે. જો આમ થશે તો આપણે કોન્ડોમનો ઉપયોગ જે કારણે કરી રહ્યા છીએ તે ફાયદો થશે નહીં. આવી સ્થિતિમાં, ગર્ભધારણ અટકાવવા માટે કોન્ડોમ ખૂબ ઓછા અસરકારક થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક્સપાયર થયેલા કોન્ડોમનો ઉપયોગ કરવાથી કોન્ડોમના ફાયદાઓ ખતમ થઈ જશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.