બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીમાં ભૂલથી પણ ન ખાતા આ 5 ફળ, નહીંતર શુગર લેવલ થઈ જશે કાબૂ બહાર
Last Updated: 11:36 PM, 25 March 2025
ઉનાળામાં ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો થોડી સાવધાની રકહવી જોઈએ. દરેક ફળ તમારા માટે હેલ્ધી નથી. અમુક ફળોમાં નેચરલ શુગરની માત્રા વધારે હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. એવામાં ઉનાળામાં બેદરકારી તમારા સ્વાસ્થને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
નિષ્ણાતો અનુસાર, ડાયાબિટીસ દર્દીઓને એવા ફળોનું સેવન કરવાથી બચવું જોઈએ, જેની ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વધી જાય, કેમ કે આ શુગરને ઝડપથી વધારે છે. ઉનાળામાં અમુક ફળો ખાવાથી શુગર લેવલ 300 પર પહોંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આનાથી હાર્ટ, કિડની અને આંખો પર ખરાબ અસર પડે છે. એક્સપર્ટનું કહેવું છે કે ડાયાબિટીસ દર્દીઓને ફળો સમજી વિચારીને પસંદ કરવા જોઈએ. તો ચાલો એવા 5 ફળો વિશે જાણીએ કે જેને ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓને ખાવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT
તરબૂચ
તરબૂચ ઉનાળામાં ખૂબ ખાવામાં આવે છે, પરંતુ ડાયાબીટીસના દર્દીઓ માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. આમાં નેચરલ શુગર અને પાણીની માત્રા વધારે હોય છે, જેનાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. તરબૂચનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 હોય છે, જે ડાયાબિટીસ દર્દીઓ માટે યોગ્ય નથી.
અનાનસ
અનાનસ પણ નેચરલ શુગરની માત્રા વધારે હોય છે, આનુ ગ્લાયસેમીક ઈન્ડેક્સ 66 હોય છે, જે ડાયાબિટીસ દર્દીઓ માટે સુરક્ષિત નથી. અનાનસ ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનો પ્રભાવ ઘટી શકે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેટલી જ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક પણ હોઇ શકે છે. આમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધારે પ્રમાણમાં હોય છે, જે શુગરને ઝડપથી વધારે છે. દ્રાક્ષનો GI લેવલ 59 હોય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું મુશ્કેલ બની જાય છે.
ચેરી
ઉનાળામાં ચેરી ખૂબ ખાવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ નુકસાનકારક છે. ચેરીમાં નેચરલ શુગર વધારે હોય છે, જેનાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. આનો GI લેવલ પણ મધ્યમ શ્રેણીમાં આવે છે, જે શુગરને કંટ્રોલમાં રાખવામાં મુશ્કેલી પેદા કરી શકે છે.
વધુ વાંચો: મુસ્કાન બાદ પ્રગતિ બની ડાકણ! લગ્ન કરીને તરત સોપારી આપીને પતિને મરાવી નાખ્યો, પ્રેમી સાથે ભાગી
કેળાં
કેળાં એનર્જી આપતું ફળ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આમાં રહેલું સ્ટાર્ચ અને નેચરલ શુગર બ્લડ શુગરને ઝડપથી વધારે છે. કેળા ખાધા બાદ શુગર લેવલ 300 સુધી પહોંચાડી શકે છે. આનો GI લેવલ 60 કરતાં વધારે હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સેફ નથી.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.