બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઉનાળામાં ઓવરહીટિંગથી ઈયરફોન-સ્માર્ટવોચમાં બ્લાસ્ટનો ખતરો! બચવા આટલું કરો
Last Updated: 08:32 PM, 15 April 2025
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ ઋતુમાં વાહનમાં આગ લાગવાની અને ગેજેટમાં વિસ્ફોટ થવાના કેસ વધી જતા હોય છે. અત્યારે મોટાભાગના લોકો સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરે છે, જેમાં સ્માર્ટફોન, ઇયરફોન, સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડનો સમાવેશ થાય છે. ઉનાળામાં આ બધા સ્માર્ટ ગેજેટ્સનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
ADVERTISEMENT
તમારી સ્માર્ટવોચ, ઇયરફોન કે ફિટનેસ બેન્ડમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. અતિશય ગરમીમાં તેમના વધુ ગરમ થવાનો ડર હોય છે. આથી આ ગેજેટ્સને સીધા સન લાઈટ સુરક્ષિત રાખવા જોઈએ. વધુ પડતી ગરમીને કારણે બેટરીની લાઇફ ઘટે છે અને તે ઝડપથી ડિસ્ચાર્જ થવા લાગે છે. જો તમારું સ્માર્ટ ગેજેટ તડકામાં ગરમ થઈ જાય તો તેને ચાર્જિંગ પર ન લગાવો. આ કરવાથી તેના બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે. ચાર્જિંગ માટે હંમેશા હવાની અવરજવરવાળી જગ્યા પસંદ કરો.
ADVERTISEMENT
હીટવેવ તમારા ઇયરફોન, સ્માર્ટવોચ અથવા ફિટનેસ બેંકના પ્રોસેસર અને સેન્સર પર પ્રેશર લાવે છે, જે તેના પર્ફોમન્સને અસર કરે છે. આ સ્થિતિમાં આ ગેજેટને સીધા સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખો. આ ગેજેટ્સને હીટ રેસિસ્ટેન્ટ કવરમાં રાખો. જો સ્માર્ટવોચ કે ફિટનેસ બેન્ડ ગરમ થઈ જાય તો સ્ક્રીનને નુકસાન થવાનું કે પ્લાસ્ટિક બોડીને નુકસાન થવાનું જોખમ રહે છે. જો તમે બાઇક ચલાવો છો તો બપોરે તેને પહેરવાનું ટાળો. જો તમે કાર દ્વારા ઓફિસ જાઓ છો તો તેને ડેશબોર્ડ પર ન રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.