બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઉનાળામાં ગ્લોઈંગ સ્કિન માટે ઘરે જ બનાવો આમળાથી ફેસ ટોનર, જાણો રીત
Last Updated: 05:47 PM, 9 April 2025
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા હંમેશાં ચમકદાર અને સ્વસ્થ રહે, ખાસ કરીને મહિલાઓ આ માટે વિવિધ પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. તેમ છતાં, મૌસમી બદલાવ, ધૂળ-માટી અને પ્રદૂષણના કારણે ત્વચા ખરાબ થવા લાગે છે. ઘણી વખત તો મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ વાપર્યા પછી પણ ચહેરો નિર્જીવ લાગવા લાગે છે.
ADVERTISEMENT
ત્વચા માટે અસરકારક ઉપાય આમળા
ઘણી મહિલાઓ કોઈપણ કેમિકલવાળા પ્રોડક્ટ્સ વાપર્યા વિના કુદરતી રીતે ચમકતી ત્વચા મેળવવા માટે ઘરગથ્થુ નુસખાઓ અજમાવે છે, જેમાં આમળાનો પણ સમાવેશ થાય છે. આમળામાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મૅગ્નેશિયમ, એન્ટીઑક્સિડન્ટ, વિટામિન C, A અને B જોવા મળે છે. આ તત્વો આરોગ્ય સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ લાભદાયક હોય છે. મોટા ભાગના લોકો ત્વચાને સ્વસ્થ રાખવા માટે સવારે આમળાનો જ્યુસ પીવાનું પસંદ કરે છે. પણ, આમળાથી તમે સ્કિન ટોનર પણ બનાવી શકો છો.
ADVERTISEMENT
આમળાને વિવિધ રીતે ચહેરા પર લગાડવામાં આવે છે, મોટાભાગે લોકો આમળાનું ફેસ માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરે છે. પણ આમળાનું ટોનર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ બનાવવાની રીત ખૂબ જ સરળ છે. ચાલો તેના વિશે જાણી લઈએ.
આમળા ટોનર
આમળા અને ઍલોવેરા
વધુ વાંચો: શરીરમાં આવા લક્ષણો દેખાય તો ચેતી જજો! સમજી લેજો વધી રહ્યું છે ડાયાબિટીસ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.