બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ઉનાળામાં ક્યારેય આવી ભૂલો ન કરતા, નહીંતર ઇલેક્ટ્રીક કારને આગનો ગોળો બનતા વાર નહીં લાગે!

ઓટો મોબાઇલ / ઉનાળામાં ક્યારેય આવી ભૂલો ન કરતા, નહીંતર ઇલેક્ટ્રીક કારને આગનો ગોળો બનતા વાર નહીં લાગે!

Last Updated: 10:52 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electric Car Battery Tips: ઇલેક્ટ્રિક વાહનોથી સંબંધિત કેટલીક ભૂલો કરવાથી કારમાં આગ લાગી શકે છે

Electric Car Battery Tips: ઇલેક્ટ્રિક વાહનોથી સંબંધિત કેટલીક ભૂલો કરવાથી કારમાં આગ લાગી શકે છે, આજે સમજાવીશું કે તમારે કઇ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખત નાની ભૂલને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે.

તમે ઇલેક્ટ્રિક વાહન ચલાવો છો, તો ઉનાળામાં બેટરીની વિશેષ કાળજી લો, નહીં તો મોટો અકસ્માત પણ થઈ શકે છે. ઘણીવાર લોકો આવી કેટલીક ભૂલો કરી બેસે છે જેના કારણે બેટરીમાં આગ લાગવાના ચાન્સ વધી જાય અને જોતજોતામાં કાર આગમાં બળીને ખાખ થઇ જાય છે. આજે અમે લોકોને સમજાવીશું કે જો તમે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરો છો, તો કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે?

Car-Burning

ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગમાં લેવામાં આવતી બેટરીઓ ખૂબ સંવેદનશીલ હોય છે. ભારતના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી હોય છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ચાર્જ કરતી વખતે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઇલેક્ટ્રિક વાહનની લાઇફ બેટરી કેવી રીતે ચાર્જ કરવામાં આવે છે તેના પર નિર્ભર છે?

electric car.png

પ્રથમ ભૂલ

કિઆની સત્તાવાર સાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેટરી 100 % પૂર્ણ ક્યારેય ચાર્જ ન કરો. જ્યારે લિથિયમ -આયન બેટરી સૌથી સારુ કામ ત્યારે કરે છે જ્યારે તેને 30 ટકા -80 ટકા સુધી ચાર્જ કરવામાં આવે છે. એકદારુ પુરી ક્ષમતા સુધી ચાર્જ કરવાથી બેટરી પર દબાણ વધે છે.

માન્યુ કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ જ્યારે 100 % ચાર્જ કરે છે ત્યારે ઓટોમૈટિકિલી ચાર્જિંગ પ્રક્રિયાને બંધ કરે છે, પરંતુ ચાર્જિંગ પર ચાર્જ રાખવાને કારણે બેટરી લાઇફને અસર થાય છે અને બેટરી ધીમે ધીમે બગડવાનું શરૂ કરે છે. જો ગરમીમાં બેટરી ચાર્જ કરવામાં આવે તો આગનું જોખમ પણ વધી શકે છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ કાર સેફ્ટી ટિપ્સ / સળગીને ભસ્મ થઇ જશે તમારી કાર, જો ઉનાળામાં કરી બેઠાં આ ભૂલ

બીજી ભૂલ

સીધા સૂર્યપ્રકાશમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરશો નહીં, જ્યારે બેટરી ચાર્જ કરવામાં આવે છે ત્યારે તાપમાન વધે છે, પરંતુ જો તમે સીધા સૂર્યપ્રકાશમાં ચાર્જ કરો છો, તો તાપમાન વધુ વધી શકે છે. હાઇ તાપમાનને કારણે બેટરીની લાઇફ ઓછી થવી અને ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે માત્ર રેંજ નહી પણ હાઇ ટેંપરેચરને કારણે આગ પણ લાગી શકે છે. ઉનાળામાં સીધા સૂર્યપ્રકાશને બદલે જ્યાં થોડો છાંયો હોય ત્યાં ચાર્જ પર કાર રાખવી જોઇએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electric Bike Electric Car summer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ