બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / ટુવ્હીલર ચલાવતી વખતે માત્ર DLનું નહીં, આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખજો

ઓટો મોબાઇલ / ટુવ્હીલર ચલાવતી વખતે માત્ર DLનું નહીં, આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખજો

Last Updated: 12:07 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ટુ-વ્હીલર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વાહન છે પણ સુરક્ષિત મુસાફરી માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે.

ઓફિસ જવું હોય કે માર્કેટમાં કોઇ વસ્તુ લેવા જવી હોય, રસ્તા પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની હોય છે. આ સમસ્યાથી બચવા માટે ટુ વ્હીલર સરળ વાહન છે. પરંતુ શું તમે જાણો છો કે ટુ-વ્હીલર ચાલવવા માટે ફક્ત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પૂરતું નથી, બીજી અનેક બાબતો છે જે જરૂરી છે. જો એ બાબતો પર ધ્યાન ન આપો તો અકસ્માત અથવા કાનૂની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. રસ્તા ઉપર પોતોની અને બીજો લોકોની સલામતીનું ધ્યાન રાખવા માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. તો અમે તમને જણાવીશું એ કઇ બાબતો છે.

two-vehicle-2

હેલ્મેટ

સૌ પ્રથમ છે હેલ્મેટ જે ફક્ત નિયમોનો ભાગ નથી પણ તમારા જીવનની રક્ષક માટે પણ જરૂરી છે. હેલ્મેટ પહેરવાથી માથામાં ઈજા થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. હેલ્મેટમાં પણ હંમેશા ISI માર્કવાળું પહેરો, જે મજબૂત હોય અને યોગ્ય રીતે ફિટ થાય છે. તમને જણાવી દઈએ કે પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડ પણ લગાવી શકે છે

ટ્રાફિક નિયમોનું પાલન કરો

કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી જેમ કે સિગ્નલ તોડવા , ખોટી લેનમાં વાહન ચલાવવું, અથવા નિર્ધારિત ગતિ મર્યાદાથી વધુ ઝડપે વાહન ચલાવવું, તે માત્ર ખતરનાક જ નથી પણ ભારે દંડ પણ થઈ શકે છે. તેથી, હંમેશા ટ્રાફિક સિગ્નલોનું પાલન કરો, દિશા બદલવા માટે સૂચકોનો ઉપયોગ કરો અને ક્યારેય પણ નિર્ધારિત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ન ચલાવો.

two-vehicle-3

વાહનના દસ્તાવેજો હંમેશા સાથે રાખો.

ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત, મુસાફરી કરતી વખતે હંમેશા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), વીમો અને પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) જેવા ટુ-વ્હીલર દસ્તાવેજો સાથે રાખો. જો તમે ઈચ્છો તો, તમે તમારા દસ્તાવેજોની નકલી કોપી DigiLocker એપમાં પણ સુરક્ષિત રાખી શકો છો. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હવે ઘણી જગ્યાએ, ડિજીલોકર એપ દ્વારા બતાવેલા દસ્તાવેજો પણ ચેકિંગ દરમિયાન માન્ય રાખવામાં આવે છે

આ પણ વાંચો : 25ની ઉંમરે કરો SIPમાં રોકાણ, ને 35ની વયે થઇ જશો 44,00,000 માલિક, સમજો ગણિત

વાહનની જાળવણી

ટુ-વ્હીલર્સની સમયસર સર્વિસ કરાવવી જોઈએ, તેનાથી વાહનનું આયુષ્ય વધે છે. સમયસર સર્વિસિંગ કરવાથી તમારું વાહન સારી માઇલેજ આપે છે એટલું જ નહીં, પરંતુ વાહનના બ્રેક, હોર્ન અને લાઇટ પણ લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bike riding rules India two wheeler safety tips helmet importance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ