બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સંકટમાં પડી જશો! તમારું Gmail એકાઉન્ટ હેક થઈ ગયું નથી ને? આવી રીતે કરો ચેક
Last Updated: 05:50 PM, 4 August 2024
સોશિયલ મીડિયાના જનરેશનમાં ખાસ કરીને દરેક લોકો પોતાની અંગત લાઇફસ્ટાઇલને શેર કરતા હોય છે. પરંતુ વર્તમાન સમયમાં દરેક સોશિયલમાં મીડિયા એપમાં જ પુરતી સિક્યુરિટી આપવામાં આવતી હોય છે. તેમ છતાં બધાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની ઘટના બનતી હોય છે. જેમાં સૌથી અગત્યનું પાસુ ઈ-મેલ આઈડી છે. ફેસબુક , ઇન્સ્ટાગ્રામ ,બેંક એકાઉંટ અને અનેક મહત્વના ડોક્યુમેન્ટ ઇ-મેલમાં હોય છે. એટલે જીમેલ એક મહત્વનું એકાઉન્ટ છે. જો ઇ-મેલ એકાઉન્ટ તમારુ હેક થઈ જાય છે તો તે તમારા તમામ બીજા એકાઉન્ટનું એક્સેસ બહુ સરળતાથી મળેવી શકે છે. સાથો સાથ બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે એટલે જીમેલ એકાઉન્ટની સેફટી ખુબ જ જરૂરી છે જો ઇ-મેલની સેફ્ટી નહી રાખો તો મોટુ નુકસાન ભોગવું પડી શકે છે.
ADVERTISEMENT
અત્યારે તમામ લોકાના સૌથી વધુ સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવાની ઘટના સામી આવી રહી છે અને તેનું કારણ તમામ લોકો પોતાનું ઇ-મેઇલ આઈડી સિક્યોર કરતા નથી. જેના કારણે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની સંભાવના વધી જાય છે. કારણ કે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇ-મેલ સાથે જોઈન્ટ હોય છે. જો તમામ લોકો ઈ-મેલ એકાઉન્ટની સિક્યુરિટી સેટ કરે તો 99 ટકા તે એકાઉન્ટ હેક થવાની સંભાવના હોતી નથી. ઇ-મેલને સિક્યોર કરવા માટે તેમા ટુ સ્ટેપ સિક્યુરીટી ઓન કરવાનું હોય છે. જેનાથી તમારું ઈ-મેલ એકાઉન્ટ હેક થશે નહીં.. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમા પ્રાઇવેસી ચેકઅપમાં તમારા જે ફ્રેન્ડ છે તેમને હાઇડ કરવાનું રહે છે. કારણે કે હેકર દ્વારા સૌથી પહેલા તમારા ફ્રેંડસને જ ટાર્ગેટ બનાવીને તમારું એકાઉન્ટ હેક કરવામાં આવતું હોય છે.
ADVERTISEMENT
જો તમારુ ઇ-મેલ એકાઉન્ટ હેક થઇ ગયુ છે તો કોણે હેક કર્યું છે તે બહુ સરળ સ્ટેપથી જાણી શકશો
જેના માટે તમારે તમારુ જીમેલ એકાઉંટ ઓપન કરવાનું છે અને જ્યા ફોટો શૉ થઇ રહ્યા છે ત્યાં જઇને પ્રોફાઈલ આઇકેન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે ત્યાં ગુગલ એકાઉન્ટનું ઓપ્શન હશે. તે ઓપ્શન પર ક્લિક કરવાનું અને પછી ત્યાં બહુ બધા ઓપ્શન જોવા મળશે જેમાંથી સિક્યોરિટીનું ઓપ્શન સિલેકટ કરવાનું છે. સિક્યોરિટીના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ નિચે સ્ક્રોલ કરવાનું અને Your Devices ના ઓપ્શન શો કરશે એના ઉપર કિલ્ક કરશો તો તમને મૈનેજ ઓલ ડિવાઇસનું ઓપ્શન જોવા મળશે. તો અહિંયા તમને જોવા મળી જશે કે તમારુ એકાઉન્ટ ક્યાં ક્યાં લોગિન છે. જો અહિંયા તમને કોઇ પણ એવું ડિવાઇસ નજર આવે છે જે તમારુ નથી તો તરત જ તેને હાટાવી દેજો જેનાથી તમારુ ઇ-મેલ એકાઉન્ટ સેફ થઇ જશે. આ કર્યા બાદ તમારુ જીમેલ એકાઉન્ટનું પાસવર્ડ બદલવાનું રહેશે. ત્યારબાદ પાસવર્ડ બદલતી વખતે ધ્યાન રાખવું કે કોઇ મજબૂત પાસવર્ડ જ સેટ કરવો
હાર્ડ પાસવર્ડ કઇ રીતે સેટ કરવો
વધુ વાંચો : આ લક્ષણોને ગંભીરતાથી લેજો, સ્ટ્રેસથી નાની ઉંમરમાં જ યુવાઓ બને છે હાઈપરટેન્શનનો શિકાર
પાસવર્ડ બનાવતી વખતે, નાના અક્ષરોની સાથે મોટા અક્ષરો મિક્સ એડ કરો. પાસવર્ડમાં નાના-મોટા કેરેક્ટર ઉપરાંત નંબર, સિમ્બોલ વગેરે પણ એડ કરો. જેનાથી હેકર્સ માટે તમારા એકાઉન્ટનો પાસવર્ડ તોડવો મુશ્કેલ બની જશે. ઉદારણ સમજો - Password123 ( વીક પાસવર્ડ) અને 43@d$fgh%hj*kl- (હાર્ડ પાસવર્ડ) છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.