બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / સ્માર્ટફોન ઓનલાઈન ખરીદવો કે સ્ટોરમાંથી? જાણો તમારા માટે કયો ફાયદાનો સોદો
Last Updated: 11:15 PM, 3 October 2024
Amazon અને Flipkart સહિત ઘણા ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર આ દિવસોમાં સ્માર્ટફોન ખરીદી પર જબરદસ્ત ઓફર્સ મળી રહ્યા છે. બંને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર ગયા મહિનાથી શરૂ થયેલી ફેસ્ટિવ સિઝન સેલ હજુ ચાલુ છે અને આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જો તમે પણ આ ફેસ્ટિવ સિઝન સેલમાં સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો ફોન ખરીદતા પહેલા તે ઓનલાઇન ખરીદવું ફાયદાકારક છે કે પછી ઓફલાઇન રિટેલરથી, તેના વિશે જાણવું જરૂરી છે.
ADVERTISEMENT
કેટલાક સ્માર્ટફોન માત્ર ઓનલાઇન જ વેચાણ માટે ઉપલબ્ધ હોય છે. ઓફલાઇન અથવા રિટેલ સ્ટોર્સમાં તે સરળતાથી ઉપલબ્ધ નથી અને જો હોય છે તો પણ તેની કિંમત ઓનલાઇન સ્ટોરની તુલનામાં વધુ હોય છે. જ્યારે, ઓનલાઇન સ્માર્ટફોન ખરીદવું થોડું જોખમી હોય છે, કારણ કે તેમાં ઠગાઈ થવાની સંભાવના રહે છે, જ્યારે ઓફલાઇન સ્ટોરમાંથી સ્માર્ટફોન ખરીદવાથી ઠગાઈ થવાની સંભાવના લગભગ ન બરાબર હોય છે
આવા સમયે તમારા મનમાં પણ આ પ્રશ્ન ઊભો થતો હશે કે સ્માર્ટફોનને ઓનલાઇન ખરીદવો કે પછી કોઈ નજીકના રિટેલ સ્ટોરમાંથી? ચાલો અમે તમારી આ મુંઝવણ દૂર કરી દઈએ. સ્માર્ટફોન તમે ઓનલાઇન ખરીદો કે ઓફલાઇન, અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
કિંમતની દ્રષ્ટિએ ઓનલાઇન ફોનની ખરીદી કરો તો સસ્તો પડે છે.
ફોન ઓનલાઇન ખરીદો કે ઓફલાઇન? જયારે આપણે કોઈ સ્માર્ટફોન ખરીદવા જઈએ છીએ, ત્યારે આપણે જોવું જોઈએ કે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે, જેમ કે ફોનની કિંમત, પસંદગી અથવા અનુભવ? જો તમે કિંમત જોઈને ફોન ખરીદવા માંગો છો, તો ઓનલાઇન પસંદ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે ત્યાં ફોનની કિંમત ઓફલાઇન રિટેલરની તુલનામાં ઓછી હોય છે. તમે વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મને તપાસીને સ્માર્ટફોનને શ્રેષ્ઠ કિંમતે ખરીદી શકો છો.
ADVERTISEMENT
કિંમત સિવાય, ફોનની પસંદગી પણ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો તેમની જરૂરિયાત પ્રમાણે ફોન ખરીદે છે. એવા સમયે, ઓનલાઇન હોય કે ઓફલાઇન, તમે તમારી પસંદ અને જરૂરિયાત મુજબ ફોન તપાસો છો. જોકે, ઘણા એવા પણ લોકો છે, જેમને શો-ઓફ માટે ફોન ખરીદવો હોય છે. તેમના માટે ઓનલાઇન કે ઓફલાઇનનો કોઈ ફેર નથી પડતો. તેઓ જે ફોન ખરીદવા માંગે છે તે ખરીદી જ લે છે.
ફોન જોઇને કે તપાસીને લેવો હોય તો ઓફલાઇન ખરીદી શ્રેષ્ઠ
ADVERTISEMENT
આ સિવાય, જો તમે ફોન ખરીદતા પહેલા તેને જોવા માંગતા હોવ કે તપાસવા માંગતા હોવ તો તમારા માટે ઓફલાઇન રિટેલ સ્ટોર શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ત્યાં તમે તમારા પસંદના ફોનને જોઇ કે તપાસી શકો છો. જ્યારે, ઓનલાઇનમાં તમને આ અનુભવ મળતો નથી.
સ્માર્ટફોનનું જે મોડલ ખરીદવા માંગતા હોવ તેના વિશેના લોકોના અભિપ્રાય જાણો
ADVERTISEMENT
આ ત્રણ બાબતો ઉપરાંત પણ કેટલાક બીજા મુદ્દા છે, જેમને અવગણવા ન જોઈએ. કોઈપણ સ્માર્ટફોનને ખરીદતા પહેલા તેના વિશે જેટલી બને તેટલી વધારે જાણકારી મેળવો તમે ફોન વાપરનાર યુઝર્સ અથવા ટેક જર્નલિસ્ટનો રિવ્યુ વાંચો. ત્યારબાદ જ તમે ફોન ખરીદવાનું નક્કી કરો. ઘણીવાર ઓફલાઇનમાં પણ સ્માર્ટફોનની ખરીદી પર સારાં બેંક ઓફર્સ મળી જાય છે. એવા સમયે તમે ઓનલાઇન મળતા ઓફર્સ અને સ્ટોર પર મળતી ઓફર્સ સાથે સરખામણી કરીને તમારો નિર્ણય લો. તે પછી જ તમે વધુ ફાયદામાં રહેશો.
આ પણ વાંચોઃ Google Payનું જબરદસ્ત ફિચર, બેંક એકાઉન્ટ વગર જ તમે કરી શકશો UPI પેમેન્ટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.