બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / પહેલી વાર લઇ રહ્યાં છો લાઇફ ઇન્શ્યોરન્સનો લાભ, તો આ 4 બાબતો ખાસ મગજમાં ઉતારી દેજો
Last Updated: 03:57 PM, 21 June 2024
વીમો ખરીદતા લોકો મોટાભાગે ઓનલાઈન આપેલી જાણકારીથી કન્ફ્યુઝ થતા રહે છે. ઘણી વખત ખોટો વીમો પણ ખરીદી લે છે અને આજ રીતે ખોટી જાણકારીના આધાર પર કોઈ ખોટો નિર્ણય લઈ લે છે. તમારી સાથે આમ ન થાય તેના માટે અહીં અમુક ટિપ્સ આપવામાં આવી છે જેથી પહેલી વખત વીમો લેનાર લોકો તેનાથી બચી શકે છે અને વગર કોઈ મુશ્કેલીએ વીમા પ્લાન સિલેક્ટ કરી શકે છે.
ADVERTISEMENT
પોતાના બજેટ અને જરૂરીયોતોના હિસાબથી સિલેક્ટ કરો વીમો
ADVERTISEMENT
ઈન્શ્યોરન્સ માટે પોતાના ઈચ્છા અનુસાર અને બજેટ અનુસાર પ્લાનની પસંદગી કરો. પરંતુ વીમા યોજના સિલેક્ટ કરતા પહેલા પોતાની તરફથી સંપૂર્ણ જાણકારી ભેગી કરી લેવી જરૂરી છે. તમે પોતાની જરૂરીયાતો, સમયગાળા, વ્યક્તિગત જરૂરીયાતો અને નોન-નેગોશિએબલ વસ્તુના આધાર પર પોતાની વીમા યોદનાઓને પર્સનલાઈઝ્ડ કરી શકો છો.
જીવન વીમા એટલે કે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ
આ કોઈ પણ માટે સુરક્ષાની સૌથી સારી રીત છે. આ અન્ય પ્રકારના જીવન વીમાની તુલનામાં સસ્તો છે. જો તમે તેને યુવાનીમાં ખરીદો છો તો તેમને સસ્તો પણ પડશે.
નાની ઉંમરમાં ખરીદો, ઓછુ પ્રીમિયમ આપો
તમે પોતાની ઉંમરના 20 કે 30ના દશકમાં પ્રારંભિક ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સની સાથે પ્રીમિયમ પર 50 ટકા સુધીની બચત કરી શકો છો. ઉદાહરણ તરીકે 1 કરોડ રૂપિયાના કવરની સાથે 30 વર્ષના ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સની કિંમત 30 વર્ષની ઉંમરમાં વાર્ષિક 7,788 રૂપિયા, 35 વર્ષની ઉંમરમાં 9,912 રૂપિાય, 40 વર્ષની ઉંમરમાં 13,216 રૂપિયા અને 45 વર્ષની ઉંમરમાં 17,700 રૂપિયા છે. જોકે અલગ અલગ કંપનીઓના હિસાબથી આ રેટ અલગ અલગ હોઈ શકે છે.
વધુ વાંચો: હ્રદયના ધબકારા વધારી દેશે ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાની આ હોટ તસવીરો, જુઓ Photos
વિશ્વાસ પાત્ર કંપની પાસેથી ખરીદો પોલિસી
વીમો ખરીદતી વખતે સંપૂર્ણ જાણકારી મેળવી લો અને સુનિશ્ચિત કરો કે તમે કઈ કંપનીની પોલિસી ખરીદી રહ્યા છો. તેના પર વિશ્વાસ કરતા પહેલા દરેક વસ્તુ ચેક કરી લો. કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયોને જાણો. કંપનીના વિશે થોડું વાંચો. તેમની વેબસાઈટ પર જુઓ. આ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.