બ્રેકિંગ ન્યુઝ
VTV / life insurance corporation waive off the convenience fee on digital payment
Last Updated: 01:30 PM, 7 December 2019
ADVERTISEMENT
LICએ 1 ડીસેમ્બરથી પોતાના ગ્રાહકોથી સુવિધા શુલ્ક ન લેવાનો નિર્ણય લીધો
એલઆઈસીના પોલીસી ધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. LICએ 1 ડીસેમ્બરથી પોતાના ગ્રાહકોથી સુવિધા શુલ્ક ન લેવાનો નિર્ણય લીધો છે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. LICએ નિર્ણય લીધો છે કે હવેથી ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર ગ્રાહકોએ કોઈ ચાર્જ આપવો નહીં પડે. જો આપ પણ ડિજિટલ પેમેન્ટ કરો છો તમારે પણ કોઈ જ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં.
ADVERTISEMENT
રૂપિયાની ડિજિટલ ચુકવણી પર ચાર્જ નહીં લાગે
બંધ થઇ ગયેલ પોલીસી ફરીથી ચાલુ કરવી હોય, પોલીસી પર લોન લેવામાં આવેલ હોય અથવા લોનનું વ્યાજ ચૂકવવાનું હોય ત્યારે જો ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો સુવિધા ચાર્જ વસુલવામાં આવશે નહીં. ગ્રાહકો કાર્ડલેસ પેમેન્ટ પણ કરી શકે છે. નોંધનીય છે કે ઇન્શ્યોરન્સ માર્કેટમાં 70 ટકા પોલીસી LICની હોય છે ત્યારે આ જાહેરાત તેના ગ્રાહકો માટે રાહતનાં સમાચાર છે.
કેવું રહ્યું 2019નું વર્ષ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એલઆઈસીનાં મેનેજિંગ ડિરેક્ટર વિપિન આનંદે જણાવ્યું હતું કે કંપની 3 નવા ULIP પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના કરી રહી છે. તેમાં સિંગલ અને નોન-સિંગલ પ્રીમીયમ પણ સામેલ છે. આ બે પ્રોડક્ટ આ મહિનામાં જ લોન્ચ થાય તેવી સંભાવના છે. આ સાથે જ 2019નું વર્ષ LIC માટે ખુબ સારું રહ્યું છે. કંપનીનો માર્કેટ શેર 6 ટકા વધ્યો છે. એલઆઈસીમાં ઓનલાઈન પેમેન્ટ માટે MYLIC App ડાઉનલોડ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.