Life Insurance Corporation of India has released bumper recruitment, apply quickly like this
LIC Recruitment 2023 /
ભારતીય જીવન વીમા નિગમમાં બહાર પાડી બમ્પર ભરતી, ફટાફટ આ રીતે કરી દો અરજી
Team VTV10:04 AM, 22 Jan 23
| Updated: 10:06 AM, 22 Jan 23
LIC ADO ની પોસ્ટ માટે 9000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને રસ ધરાવતા લાયક ઉમેદવારો LIC ની સત્તાવાર વેબસાઇટ licindia.in પર જઈને આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
LIC માં 9000 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી
LIC ભરતી માટેની મહત્વની તારીખો
licindia.in પર જઈને આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે
ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટેની સૂચના બહાર પાડી છે. જણાવી દઈએ કે LIC ADO ની પોસ્ટ માટે 9000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને રસ ધરાવતા લાયક ઉમેદવારો LIC ની સત્તાવાર વેબસાઇટ licindia.in પર જઈને આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
નોંધનીય છે કે LIC ADO ભરતી 2023 માટે ઓનલાઈન અરજીઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 10 ફેબ્રુઆરી 2023 સુધી જ આ માટે અરજી કરી શકે છે. ખાસ જાણવાનું રહ્યું કે કે LIC દ્વારા સાઉથ ઝોનલ ઓફિસ, સાઉથર્ન સેન્ટ્રલ ઝોનલ ઓફિસ, નોર્થ સેન્ટ્રલ ઝોનલ ઓફિસ, સેન્ટ્રલ ઝોનલ ઓફિસ સહિત વિવિધ ઝોનલ ઓફિસમાં 9 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
કોણ કરી શકે છે આવેદન?
આ પોસ્ટ માટે આવેદન કરવા ઉમેદવારે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવવી આવશ્યક છે આ સાથે જ ત્રણ વર્ષથી પાંચ વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
જણાવી દઈએ કે આ ભરતી માટે પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે અને એ પછી ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ થશે અને તેમાં લાયકાત મેળવનાર ઉમેદવારોને પ્રી-રિક્રુમેન્ટ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
અરજી ફી
એસસી/એસટી સિવાયના ઉમેદવારો માટે અરજી ફી રૂ.750 અને એસસી/એસટી ઉમેદવારો માટે રૂ.100 છે. આ માટે ચુકવણી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વૉલેટ્સ દ્વારા કરી શકશો.