બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિકાંડ સાથે સંકળાયેલા બે ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે રદ, ગુજરાત મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી
Last Updated: 08:40 PM, 19 February 2025
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા બે ડોક્ટરોના લાયસન્સ રદ કર્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે લાયસન્સ રદ કર્યા છે. ડો.સંજય પટોળીયા અને ડો.શૈલેષકુમાર આનંદના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. બંને ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.
ADVERTISEMENT
તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. હોસ્પિટલ વિરુદ્ધ બોગસ ઓપરેશન કરી PMJAY યોજના હેઠળ સીધા પૈસા હડપી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલ ચર્ચાનો વિષય બની છે. કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયા બાદ આ સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
નોધનીય છે કે, મેડિકલ કેમ્પ બાદ ચર્ચામાં આવેલી આ હોસ્પિટલના એક પછી એક કારનામા ખુલી રહ્યા છે. અગાઉ મહેસાણાના જોરણંગ ગામમાં આ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યો હતો. જેમા કુલ 7 લોકોની એન્જિયોગ્રાફી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી જેમા 1 દર્દીનું મોત પણ થયું હોવાનું કહેવાયુ હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા પછી આ હોસ્પિટલ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત છ જેટલા આરોપીઓને પકડી લેવાયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતની ઘણી હોસ્પિટલના CCTV હેક થયાની આશંકા, આરોપીઓ પાસેથી અનેક અશ્લીલ વીડિયો ઝડપાયા
100થી વધુ સીમ બદલ્યા હતા
મળતી માહિતી મુજબ મહિનાના 16 લાખના ભાડે કોરોના સમયમાં હોસ્પિટલ રાખી હતી. જેમાં 2021માં હોસ્પિટલમાં પ્રદીપ કોઠારીએ રાજીનામુ આપીને પત્ની રાજશ્રીને ડાયરેક્ટર બનાવી હતી. ત્યારે આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા વિવિધ વિગતો સામે આવી છે. ત્યારે પોલીસ કોરોનામાં કોઈ કાંડ કર્યું છે કે નહીં તે મુદ્દે પણ તપાસ આદરી છે.ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલ કાંડથી ડાયરેક્ટર રાજશ્રીએ પોલીસથી બચવા 100થી વધુ સીમકાર્ડ બદલ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે જુદા-જુદા કોલના લોકેશનના આધારે આરોપીને ઝડપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.