બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / LIC reports NPAs worth Rs 30000 crore in H1FY20

રિપોર્ટ / શું તમારી પાસે LIC ની પૉલીસી છે? તો આ સમાચાર તમારા માટે છે અગત્યના

Divyesh

Last Updated: 08:35 AM, 23 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICની પોલીસી લેનારા લોકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં LICનું NPA એટલે કે નોન પ્રોફિટ એસેટ્સમાં બમણો વધારો થયો છે, જેને લઈને LICની વિશ્વસનીયતા પર પણ નકારાત્મક અસર થઈ છે. 5 વર્ષમાં LICનું NPA 30 હજાર કરોડ રૂપિયા થયું છે.

  • LICની પોલીસી લેનારા લોકો માટે માઠા સમાચાર
  • LICની નોન પરફોર્મીંગ એસેટ્સ થઈ બમણી
  • LICએ આપેલી લોન પરત ન આવતા વધી મુશ્કેલી

એટલે કે LICએ કરેલ ધીરાણમાંથી 30 હજાર કરોડ રૂપિયા એવા છે જે હાલ પાછા મળવા મુશ્કેલ છે. LICએ પણ અન્ય બેંકોની માફક ખાનગી કંપનીઓને અંધાધુંધ ધીરાણ કરતા NPA સહન કરવાનો સમય આવ્યો છે અને તેના કારણે ન માત્ર LICની છાપ ખરડાઈ રહી છે પરંતુ LICની પોલીસી લેનારા લોકોના રૂપિયા પર પણ હવે સંકટના વાદળ સેવાઈ રહ્યા છે.
 

LICના વધેલા NPA પાછળ અનિલ અંબાણીની રિલાયન્સ અને DHFLને આપવામાં આવેલી ભારે ભરખમ લોનને મુખ્ય જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. કારણકે આ લોનની રકમ પાછી મળે તેવી સંભાવના નહીંવત્ છે.
 


માર્ચમાં કેટલો હતો NPA?

ગત નાણાકીય વર્ષ (2018-19)માં 31 માર્ચ સુધીમાં LIC નો NPA 24,777 કરોડ રૂપિયા હતા. ત્યા સુધીના આંકડા અનુસાર તેમાં 4 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. જેમાંથી મુશ્કેલીવાળી મિલ્કતના આકંડા 16,690 કરોડ રૂપિયા હતા, નુકસાની મિલ્કતના 6,772 કરોડ રૂપિયા હતા અને બધા-સ્ટાન્ડર્ડ એસેટના આંકડા 1,312 કરોડ રૂપિયા હતી. 

NPA શું હોય છે?

બેંક ( આ મામલે LIC) જો કોઇને લોન આપે છે તો તેના માટે આ એક મિલ્કત અથવા રોકાણ છે કારણ કે તેના વ્યાજથી તેને કમાણી થાય છે. જેણે લોન લીધી હોય છે તેના માટે લાયબિલિટી હોય છે કે તે લોનની ભરપાઇ કરે.

જ્યારે આ સમયસર ચૂકવણી કરવામાં આવે ત્યારે તેને સ્ટાન્ડર્ડ મિલ્કત કહેવામાં આવે. જ્યારે કોઇપણ લોનનો હપ્તો 90 દિવસ સુધીમાં કે એક સમયમર્યાદા સુધી નહીં ભરી શકતો તો આ લોનને NPA કહેવામાં આવે છે. એનો મતલબ એ છે કે બેંક માટે તેમાંથી કમાણી બંધ થઇ અને આ બેંક (અહીં LIC) માટે NPA થઇ ગઇ. 

સંકળાયેલા મુદ્દાઓ

LIC NPA એનપીએ એલઆઇસી LIC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ