બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LIC policy benefit of lic jeevan anand policy

રોકાણ / LICની જીવન આંનદ પોલીસી: દર મહિને 2500ની બચત કરીને મેળવો લાખો રૂપિયા, જાણો સમગ્ર સ્કીમ વિશે

Arohi

Last Updated: 01:03 PM, 6 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પોલિસીમાં દર વર્ષે એક નિશ્ચિત રકમ તો મળે જ છે સાથે જ પૈસાની સંપૂર્ણ ગેરન્ટી પણ મળે છે.

  • જાણો LICની જીવન આનંદ પોલિસી વિશે 
  • 2500 રૂપિયા મહિનાનું રોકાણ કરીને મેળવો ઢગલાંબંધ ફાયદા
  • આ ઉપરાંત એક 10,000 રૂપિયાનું બોનસ પણ મળશે

LICની જીવન આનંદ પોલિસીની ખાસ વાત એ છે કે તેમાં તમે ફક્ત 2500 રૂપિયા મહિનાનું રોકાણ કરીને તેનો ઢગલાંબંધ ફાયદા ઉઠાવી શકો છે. આજના સમયમાં આ પોલિસી એલઆઈસીની સૌથી લોકપ્રિય પોલિસી છે. કારણ કે તેમાં તમને દર વર્ષે એક નિશ્ચિત રકમ તો મળે જ છે સાથે જ તમારા પૈસાની સંપૂર્ણ ગેરન્ટી અને પોલિસી ખતમ થતી વખતે 5 લાખનો લાભ પણ મળે છે. 

આ રીતે મળશે 5 લાખ 
36 વર્ષે પોલિસીની શરૂઆત કરવામાં આવે તો તેના 5 લાખ રૂપિયાના વીમા માટે દર મહિને 2500 રૂપિયા પ્લસ જીએસટીની રકમ જમા કરવાની રહેશે. એક વર્ષ પુરુ થયા બાદ તમને દર વર્ષ 22,500 રૂપિયા રકમ બોનસની રીતે મળવાનું શરૂ થઈ જશે. આ રકમ 20 વર્ષ સુધી મળતી રહેશે. જે વ્યાજની સાથે હોય છે. આ ઉપરાંત એક 10,000 રૂપિયાનું બોનસ પણ મળશે. 

ડબલ ફાયદાનો છે સોદો 
તમને 5 લાખ રૂપિયાની રકમ પોલિસી મેચ્યોર થવા પર મળશે સાથે જ જો તમે 2500 રૂપિયા મહિના હપ્તાની શરૂ કરી છે અને તમે બોનસના 22500 રૂપિયા રકમ ઉઠાવી લીધી છે. એનો મતલબ કે તમે આખી પોલિસી અત્યાર સુધી 4.5 લાખ રૂપિયા બોનસ અને 10 હજારની રકમ બીજા બોનસના રૂપમાં લઈ લીધા છે. તો બચેલી 5 લાખ રૂપિયાની રકમ તમને અંતમાં મળશે.  

4.60 લાખ રૂપિયાનું બોનસ 
આ તે 5 લાખ રૂપિયાની રકમ છે જેના માટે તમને પોલિસી લીધી હતી. મતલબ 5 લાખ રૂપિયા મેચ્યોરિટી પર મળે છે સાથે જ તમારા 4.60 લાખનું બોનસ પણ ઉઠાવી લેવામાં આવ્યું છે. આ પોલિસી મોટાભાગે તમે એલઆઈસીની વેબસાઈટ અથવા એલઆઈસીના કોઈ એજન્ટ પાસેથી મેળવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

LIC Policy LIC jeevan anand policy LIC જીવન આંનદ પોલીસી benefit LIC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ