બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lic pmvvy or pm vaya vandana extended senior citizens low interest rate know about scheme

સ્કીમ / LICએ ફરી લોન્ચ કરી મોદી સરકારની આ સ્કીમ, આ રીતે મેળવી શકશો દર મહિને આટલી મોટી રોકડ રકમ

Dharmishtha

Last Updated: 11:03 AM, 26 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે પહેલા કાર્યકાળમાં વરિષ્ઠ નાગરિકો માટે એક સ્કીમ પ્રધાનમંત્રી વય વંદન યોજના (પીએમવીવીવાઈ)લોન્ચ કરી હતી. આ સ્કીમની ડેડલાઈન 31 માર્ચ 2020ના રોજ પુરી થઈ રહી છે, પરંતુ ભારતીય જીવન વીમા નિગમ(એલઆઈસી)એ એક વાર ફરી તેને લોન્ચ કરી છે.

  • આ સ્કીમ ફરીથી ચાલુ કરવીમાં આવી છે
  • આ સ્કીમ ચલાવવાનો એક માત્ર અધિકાર એલઆઈસી પાસે છે
  • સ્કીમમાં મળી શકે છે દર મહિને પેન્શન તરીકેના આટલા પૈસા

આજે એટલે કે મંગળવારે તમે આ સ્કીમ સાથે જોડાઈ શકો છો. સુધારેલી પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં યોજનાના વ્યાજ દર, રોકાણ અને પેન્શનની રકમમાં ફેરફાર થયો છે.

LIC હેઠળ આવનારી આ સ્કીમ અંતર્ગત પેન્શન તરીકે 12 હજાર રુપિયા સુધી રકમ મળી રહી છે. ત્યારે હવે આયોજનાની ડેડલાઈન માર્ચ 2023 કરી દેવામાં આવી છે. આ યોજનાને વિસ્તારથી સમજીએ.

પેન્શન સ્કીમ હોવાના કારણે 60 વર્ષની ઉંમર બાદથી આનો લાભ મળી શકે છે. આ યોજના હેઠળ દર વર્ષે 12 હજાર રુપિયાનાં પેન્શન માટે લગભગ 15.66 લાખ રુપિયા અને દર મહિને 1000 રુપિયાના લઘુત્તમ પેન્શન માટે 1.62 લાખ રુપિયાનું રોકાણ કરવું પડશે.

આ બાદ પેન્શન માટે રોકાણકારે એક નિશ્ચિત તારીખ, બેંક અકાઉન્ટ અને સમયની પસંદગી કરવાની રહેશે. દાખલા તરીકે જો તમને દર મહિનાની 15  તારીખે પેન્શન જોઈએ છે તો આ તિથિની પસંદગી કરવી પડશે. આ રીતે રોકાણકાર ઈચ્છે તો પેન્શનના વિકલ્પની પસંદગી કરી શકાય છે.

એટલે કે તમામે માસિક, ત્રણ માસિક, છ માસિક અથવા વર્ષનું પેન્શન જોઈએ તો આ વિકલ્પ પસંદ કરવાના રહેશે. જો તમે માસિક વિકલ્પની પસંદગી કરી છે તો દર મહિને પેન્શન બેંક અકાઉન્ટમાં આવશે. જ્યારે કે ત્રણ માસિકની પસંદગી કરી છે તો ત્રણ મહિના બાદ એક લમસમ અમાઉન્ટની પેન્શન મળશે.
આ રીતે 6 મહિના અથવા 1 વર્ષની પસંદગી કરી છે તો લમસમ પેન્શન મળશે. ઉલ્લેખનીય છે કે સ્કીમમાં રોકાણના 1 વર્ષ બાદ પેન્શન મળે છે.

આ યોજના ચલાવવાનો એક માત્ર અધિકાર એલઆઈસી પાસે છે. આને ઓફલાઈનની સાથે સાથે વેબસાઈટ પરથી ઓનલાઈન પણ ખરીદી શકાય છે. આ યોજનાની મેચ્યોરીટી સમય 10 વર્ષ છે. આ પહેલા 7.40 ટકાનુ નક્કી રિટર્ન આપવામાં આવશે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશે વધુ માહિતી માટે તમે  022-67819281  અથવા 022-67819290 નંબર પર કોલ કરી શકે છે.

આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-227-717 અને ઈ મેઈલ આઈડી [email protected]ના માધ્યમથી સ્કીમના ફાયદા સમજી શકાય છે. https://licindia.in/Products/Pradhan-Mantri-Jan-Dhan-Yojana વેબસાઈટ પર  વિઝિટ કરી તમામ માહિતી મેળવી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

LIC PMVVY pm vaya vandana senior citizens એલઆઈસી પીએમ સ્કીમ સ્કીમ LIC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ