બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LIC pension plan Pradhan Mantri Vaya Vandana Yojana for senior citizens 60 years and above

આવક / 60ની ઉંમરના લોકો પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે, દર મહિને મળશે 9 હજારથી વધુ પેન્શન, જાણી લો

Noor

Last Updated: 11:52 AM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવખત લોકો ભવિષ્ય સુરક્ષિત કરવાની પ્લાનિંગ કરવાનું ચૂકી જાય છે અને ઉંમર વીતી જાય છે. જેના કારણે વૃદ્ધાવસ્થામાં પેન્શન અને સ્થાયી આવક ન મળવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, એલઆઈસીની એક સ્કીમ એવી પણ છે જેમાં તમે 60 વર્ષની ઉંમરે પણ લમ્પ સમ રકમનું રોકાણ કરીને દર મહિને પેન્શન મેળવી શકો છો. આ સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના છે. આ યોજનામાં વૃદ્ધો માટે 60 વર્ષની ઉંમર બાદ પણ પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના નાગરિકો માટે આ એક પેન્શન યોજના છે
  • 15 લાખના રોકાણ પર તમને દર મહિને 10 હજાર રૂપિયાનું પેન્શન મળશે
  • આ યોજનામાં વૃદ્ધો માટે 60 વર્ષની ઉંમર બાદ પણ પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે

આ યોજનામાં દર મહિને 1000 રૂપિયા મિનિમમ પેન્શન મેળવવા માટે 1.62 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. વય વંદના યોજનામાં દર મહિને મહત્તમ 9250 રૂપિયા, ત્રિમાસિક પેન્શન 27750, અર્ધવાર્ષિક પેન્શન 55500 અને મહત્તમ વાર્ષિક પેન્શન 111000 રૂપિયા મળી શકે છે. જોકે, તેના માટે તમારે 15.56 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

પેન્શનધારકને પેન્શન માટે એક નિશ્ચિત તારીખ, બેંક એકાઉન્ટ અને અવધિ સિલેક્ટ કરવી પડે છે. તમે તમારી જરૂર પ્રમાણે પેન્શનનપં એમાઉન્ટ પણ નક્કી કરી શકો છો. એટલે કે તમારે મંથલી, ક્વાર્ટલી, હાફ યરલી અથવા યરલી પેન્શન જોઈએ તો એ પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકાય છે. આ સ્કીમ લેનાર વ્યક્તિનું મોત થવા પર નોમિનીને પૈસા મળે છે. 

પોલિસીનો સમયગાળો 10 વર્ષનો છે. પેન્શન માટે દર મહિને, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક ધોરણે મેળવવાના વિકલ્પ છે. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી. યોજનામાં રોકાણની મર્યાદા પ્રતિ વરિષ્ઠ નાગરિક છે. પતિ-પત્ની ઈચ્છે તો બંને ભેગા મળીને 30 લાખનું રોકાણ કરી શકે છે.

આ યોજનાની વધુ જાણકારી મેળવવા માટે તમે 022-67819281 અથવા 022-67819290 નંબર પર કોલ કરી શકો છો. આ સિવાય આ સ્કિમ લેવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-227-717 અને ઈમેલ આઈડી [email protected] પર પણ જઈ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

LIC pension plan Pradhan Mantri Vaya Vandana Yojana senior citizens Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ