બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LIC Micro Insurance Plan invest only 28 rupees daily and get rs 2 lakhs benefits check how

કમાણી / LICની આ ખાસ પોલિસીથી બનો માલામાલ: 28 રૂપિયાની બચત કરો અને મેળવો 2 લાખ, જાણો કેવી રીતે

Noor

Last Updated: 08:35 AM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોની આવક ખૂબ જ ઓછી છે તેમના માટે એલઆઈસીનું માઈક્રો ઈન્શ્યોરન્સ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે. પ્રોટેક્શનની સાથે સેવિંગનું કોમ્બિનેશન મળે છે.

  • ઓછી આવક હોય તો આ સ્કીમનો ઉઠાવો લાભ
  • LICની આ ખાસ પોલિસીથી કરો કમાણી
  • 28 રૂપિયાની બચત બનો લખપતિ

LIC ની માઇક્રો બચત વીમા યોજના લો ઇન્કમ ગ્રુપના લોકો માટે કામની છે. જે લોકોની આવક ઓછી છે, તેમની માટે LIC નો માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન વધારે ફાયદાકારક છે. આ પ્રોટેક્શન અને સેવિંગનું કોમ્બિનેશન છે. આ પ્લાન આકસ્મિક મોત થવા પર પરિવારને ફાઇનાન્શિયલ સપોર્ટ કરશે. આ સાથે જ પોલિસી મેચ્યોર થવા પર એકમ રકમ પ્રદાન કરશે. 

લોનની મળશે સુવિધા

માઇક્રો બચત નામના આ રેગ્યુલર પ્રીમિયમવાળા પ્લાનમાં અનેક પ્રકારના ફીચર્સ છે. આ ઇન્શ્યોરન્સ પ્લાનમાં 50 હજાર રૂપિયાથી લઇને 2 લાખ સુધીનો વીમો મળશે. આ નોન લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ પ્લાન અંતર્ગત પોલિસીમાં લોયલ્ટીનો ફાયદો પણ મળશે. જો કોઇએ 3 વર્ષ સુધી પ્રીમિયમ આપ્યું છે તો તેને માઇક્રો બચત પ્લાનમાં લોનની સુવિધા પણ મળશે.

કોણ લઇ શકે છે પ્લાન?

આ પ્લાન માત્ર 18થી 55 વર્ષ સુધીની ઉંમરના લોકોને જ મળશે. તેમાં કોઇપણ પ્રકારની મેડિકલ તપાસની જરૂર નહીં પડે. જો કોઇ વ્યક્તિ 3 વર્ષ સુધી સતત પ્રીમિયમ ભરતો રહે છે તો ત્યારબાદ પ્રીમિયમ નથી ભરી શકતો તો તેને 6 મહીના સુધી વીમાની સુવિધા શરૂ રહેશે. જો આ પ્રીમિયમ પોલિસી હોલ્ડર 5 વર્ષ સુધી ભરે તો તેને 2 વર્ષનું ઓટો કવર મળશે. આ પ્લાનની સંખ્યા 851 છે.

કેટલાં વર્ષનો હશે પોલિસી ટર્મ? 

માઇક્રો બચત ઇન્શ્યોરન્સ પ્લાનનો પોલિસી ટર્મ 10થી 15 વર્ષનો હશે. આ પ્લાનમાં વાર્ષિક, અર્ધવાર્ષિક, ક્વાર્ટર, અને માસિક આધાર પર પ્રીમિયમ ભરી શકાય છે. તેમાં તમારે LICના એક્સિડેન્ટલ રાઇડર જોડવાની સુવિધા પણ મળશે. જોકે, એ માટે અલગથી પ્રીમિયમ આપવાનું રહેશે.

રોજ 28 રૂપિયામાં મળશે 2 લાખનો ઇન્શ્યોરન્સ 

આ અંતર્ગત 18 વર્ષની ઉંમરવાળા કોઇ વ્યક્તિ જો 15 વર્ષવાળો પ્લાન લે છે તો તેને પ્રતિ હજાર 51.5 રૂપિયા પ્રીમિયમ આપવાનું રહેશે. આ સાથે જ 25 વર્ષવાળાને આ અવધિ માટે 51.60 રૂપિયા અને 35 વર્ષવાળાને 52.20 રૂપિયા પ્રીમિયમ પ્રતિ હજાર રૂપિયા આપવાના રહેશે. 10 વર્ષના પ્લાનમાં પ્રીમિયમ 85.45થી 91.9 રૂપિયા પ્રતિ હજાર આપવાના રહેશે. પ્રીમિયમમાં 2 ટકાની છૂટ પણ મળશે. જો ખરીદ્યા બાદ તમને આ ઇન્શ્યોરન્સ પસંદ નથી તો તમે 15 દિવસની અંદર પ્લાનને સરેન્ડર કરી શકો છો. જો કોઇ 35 વર્ષની વ્યક્તિ 1 લાખ રૂપિયાના વીમા રકમવાળી 15 વર્ષની પોલિસી લે છે તો તેનું વાર્ષિક પ્રીમિયમ 5116 રૂપિયા આવશે. ચાલુ પોલિસીમાં 70 ટકા સુધી રકમની લોન મળશે.

આ છે ગણિત 

જો કોઇ વ્યક્તિએ 35 વર્ષની ઉંમર આગામી 15 વર્ષ માટે આ પોલિસીને લીધી છે તો તેને વાર્ષિક 52.20 રૂપિયા (1 હજાર રૂપિયા વીમા રકમ પર) પ્રીમિયમ જમા કરવાના રહેશે. આ જ રીતે જો કોઇ 2 લાખ રૂપિયાની વીમા રકમ લે છે તો તેને વાર્ષિક 52.20 x 100 x 2 એટલે કે, 10,300 જમા કરવાના રહેશે. એટલે કે દરરોજ 28 રૂપિયા અને મહીનામાં 840 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

LIC insurance plan invest Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ