બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:02 PM, 28 May 2024
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC હવે હેલ્થ ઈન્શ્યોરન્સના સેક્ટરમાં મોટુ પગલું ભરવા જઈ રહી છે. સરકાર દ્વારા સંચાલિત વીમા દિગ્ગજ તેના માટે આ સેક્ટરમાં પહેલાથી કામ કરી રહેલી કોઈ કંપનીને હસ્તગત કરી શકાય તેવી શક્યતા પણ શોધી રહી છે. કંપોઝિટ ઈન્શ્યોરન્સ કંપનીઓને મંજૂરી આપવાના પ્રસ્તાવની વચ્ચે ભારતીય જીવન વીમા નિગમે પણ Health Insurance સેક્ટરમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે.
ADVERTISEMENT
LICના ચેરમેને શું કહ્યું?
ADVERTISEMENT
LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે અમને એવી આશા છે કે કંપોઝિટ લાયસન્સની મંજૂરી આપવામાં આવી શકે છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર અમુક કામ પણ કરી લીધુ છે. અમે સ્વાસ્થ્ય વીમામાં પોતાની રૂચિ વધારી રહ્યા છીએ અને તમામ વિકાસના અવસરો પર પણ વિચાર કરી રહ્યા છીએ.
એક રિપોર્ટ અનુસાર એક સંસદીય પેનલે ફેબ્રુઆરી 2024માં ખર્ચ અને અનુપાલન બોજાને ઓછો કરવા માટે સમગ્ર વીમા એટલે કે કંપોઝિટ લાયસન્સ શરૂ કરવાનું સુચન આપ્યું હતું.
વીમા એક્ટમાં ફેરફાર
હાલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ ફક્ત હેલ્થ ઈન્શ્યોરન્સના હેઠળ લોન્ગ ટર્મ બેનિફિટ આપી શકે છે અને તેમને હોસ્પિટલમાં ભરતી થયા બાદ કે કોઈ અન્ય પ્રકારની ઈજામાં કવર આપવા માટે વીમા એક્ટમાં સંશોધનની જરૂર પડશે.
વધુ વાંચો: ફાસ્ટેગને લઇ જો-જો ક્યારેય પણ આવી ભૂલ કરતા! નહીંતર ટોલટેક્ષ બમણો વસૂલાશે
તેના માટે સંસદની એક સમિતિએ વીમા કંપનીઓના ખર્ચ અને અનુપાલનના બોજને ઓછુ કરવા માટે કંપોઝિટ ઈન્શ્યોરન્સ લાયસન્સ શરૂ કરવાનું સુચન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT