બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:16 PM, 13 July 2021
ADVERTISEMENT
હવે પેન્શન લેવા માટે તમારે 60 વર્ષની રાહ જોવાની જરૂર નહીં. જીવન વીમા નિગમ LICએ હાલમાં જ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જે હેઠળ એક રકમ જમા કરવાની સાથે જ 40 વર્ષની ઉંમરમાં પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
શું છે સરળ પેન્શન યોજના?
LICની આ સ્કીમને સરળ પેન્શન યોજનાનું નામ આપવામાં આવ્યું છે. આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે. જેમાં તમને ફક્ત પોલિસી લેતી વખતે એક વખત પ્રીમિયમ ભરવાનું રહેશે. અને ત્યાર બાદ આખુ જીવન તમને પેન્શન મળતુ રહેશે. ત્યાં જ પોલિસી ધારકનુ મોત થવા પર નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પરત આપવામાં આવે છે. સરલ પેન્શન યોજના એક ઈમીડિએટ એન્યુટી પ્લાન છે. આ પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે. આ પોલિસીને લીધા બાદ જેટલુ પેન્શન શરૂ થાય છે તેટલું જ પેન્શન આખુ જીવન મળે છે.
ADVERTISEMENT
આ પેન્શન યોજનાને લેવાની બે રીત છે
સિંગલ લાઈફ
તેમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહેશે તેમને પેન્શન મળતુ રહેશે. તેમના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમની રકમ તેમના નોમિનીને પરત આપી દેવામાં આવશે.
જોઈન્ટ લાઈફ
તેમાં બન્ને જીવનસાથીનું કવરેજ હોય છે. જ્યા સુધી પ્રાઈમરી પેન્શનધારક જીવિત હોય તેમને પેન્શન મળતુ રહેશે. તેમના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને જીવનભર પેન્શન મળતુ રહેશે. તેમના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમની રકમ તેમના નોમિનીને સોંપી દેવામાં આવશે.
કોણ લઈ શકે છે સરળ પેન્શન યોજના?
આ યોજનાનો ભાગ બનવા માટે ન્યૂનતમ વય સીમા 40 વર્ષ છે અને વધુમાં વધુ 80 વર્ષ છે. કારણ કે આ આખી લાઈફની પોલિસી છે માટે તેમાં પેન્શન આખુ જીવન મળે છે. જ્યા સુધી પેન્શનધારક જીવિત છે. સરળ પેન્શન પોલિસીને શરૂ થવાની તારીખથી છ મહિના બાદ ક્યારેય પણ પોલિસી સરેન્ડર કરવામાં આવી શકે છે.
ક્યારે મળશે પેન્શન?
પેન્શન ક્યારે મળે તે પેન્શન લેનારને જ નક્કી કરવાનું રહેશે. તેમાં તમને 4 વિકલ્પ આપવામાં આવે છે. તમે પેન્શન દર મહિને લઈ શકો છો. અથવા દર ત્રણ મહિને લઈ શકો છે. દર 6 મહિનામાં પણ લઈ શકો છો. અથવા તો દર 12 મહિને પણ લઈ શકો છો. તમે જે વિકલ્પ પસંદ કરશો તમારુ પેન્શન એ તારીખોમાં આવવા લાગશે.
કેટલુ મળશે પેન્શન?
હવે સવાલ એ થાય કે આ સરળ પેન્શન યોજના માટે તમને કેટલા પૈસા આપવાના રહેશે. તો અમે તમને જણાવી દઈએ કે તમારે આ આંકડો જાતે જ પસંદ કરવાનો રહેશે. એટલે કે જેટલા પણ અમાઉન્ટનું પેન્શન તમે પસંદ કરશો તમને તેના હિસાબથી પેમેન્ટ કરવાનું કહેશે. જો તમે દર મહિને પેન્શન ઈચ્છો છો તો ઓછામાં ઓછા 1000 રૂપિયા પેન્શન લેવાનું રહેશે. ત્રણ મહિના માટે 3000 રૂપિયા, 6 મહિના માટે 6000 રૂપિયા અને 12 મહિના માટે 12000 રૂપિયા ન્યૂનતમ પેન્શન લેવાનું રહેશે. વધારે પેન્શનની કોઈ મર્યાદા નથી.
જો તમારી ઉંમર 40 વર્ષ છે અને પોતાના 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કર્યું છે તો તમારે વાર્ષિક 50250 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે જે આજીવન મળશે. આ ઉપરાંત જો વચ્ચે તમને પોતાની જમા કરેલી રકમ પરત જોઈએ છે તો આવી સ્થિતિમાં 5 ટકા કપાત કરી જમા કરવામાં આવેલી રકમ પરત મળી જાય છે.
લોન પણ લઈ શકાય છે
જો તમને કોઈ ગંભીર બિમારી થાય છે અને સારવાર માટે પૈસા જોઈએ છે તો સરળ પેન્શન યોજનામાં જમા પૈસા પરત લઈ શકો છો. તમને ગંભીર બિમારીઓની લિસ્ટ પણ આપવામાં આવે છે. જેના માટે તમે પૈસા કાઢી શકો છે. પોલિસીને સરેન્ડર કરવા પર બેસ પ્રાઈસના 95 ટકા પરત કરી દેવામાં આવશે. આ યોજના શરૂ થવાના 6 મહિના બાદ તમે લોન દ્વારા એપ્લાય કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / શેરબજારમાં તેજીની હેટ્રિક, સેન્સેક્સમાં 1509 પોઈન્ટનો હાઈ જમ્પ, આ સ્ટોક ચમક્યા
Dinesh Chaudhary
બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.