બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lic jeevan umang policy invest 43 rupees daily and get back 27 lakh rupees on maturity

કમાણી / અહીં રોજ માત્ર 43 રૂપિયા જમા કરીને મેળવો 27 લાખ, જાણો કઈ રીતે

Noor

Last Updated: 09:12 AM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી અને ભરોસાપાત્ર વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ઘણી બધી સ્કીમ ચલાવે છે. જેમાંથી એક છે જીવન ઉંમગ પોલિસી. ચાલો જાણી લો.

 • જીવન ઉંમગ પોલિસીમાં ગ્રાહકોને દરરોદ 43 રૂપિયા જમા કરવા પડશે
 • આ પોલિસીમાં મેચ્યોરિટી પર મળશે 27 લાખ
 • ફંડ એકઠું કરવા માટે બેસ્ટ છે આ પોલિસી

આ પોલિસીમાં ગ્રાહકોએ રોજ માત્ર 43 રૂપિયા જમા કરવાના હોય છે અને તેના બદલે 27.60 લાખ રૂપિયા મળે છે. જો તમે પણ મોટું ફંડ ભેગું કરવા માંગો છો તો આ પોલિસી બેસ્ટ છે. 

એલઆઈસીની જીવન ઉમંગ પોલિસી 3 મહિનાના બાળકથી લઈ મહત્તમ 55 વર્ષની વય સુધીના લોકો લઈ શકે છે. આ પોલિસી તમને 100 વર્ષની વય સુધી કવરેજ આપશે. આ પોલિસી હેઠળ તમે લોન પણ મેળવી શકો છો. આ સિવાય આ પોલિસીમાં પ્રીમિયમ ચુકવણીની અવધિ 15, 20, 25 અને 30 વર્ષ છે, ત્યારબાદ તમને 27.60 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમાં ગેરંટીડ સર્વાઈવલ બેનેફિટ સામેલ છે.

કઈ રીતે મળશે 27 લાખ

એલઆઈસી જીવન ઉમંગ પોલિસીના મંથલી પ્રીમિયમ વિશે વાત કરીએ તો તે લગભગ 1302 રૂપિયા થાય છે. જ્યારે તેનું વાર્ષિક પ્રીમિયમ 15,298 રૂપિયા થાય છે. જો કોઈપણ વ્યક્તિ 30 વર્ષ સુધી પોલિસી ચલાવે છે, તો તેની રોકાણ રકમ 4.48 લાખ થશે, ત્યારબાદ રોકાણકારોને નિયમો અનુસાર 31મા વર્ષથી દર વર્ષે વળતર મળવાનું શરૂ થઈ જશે. તેનું વાર્ષિક વળતર 40,000 રૂપિયા હશે. જો તમે 100 વર્ષની વય સુધી 40,000 રૂપિયા વળતર લેશો તો લાભની રકમ 27.60 લાખ રૂપિયા થશે.

આ પોલિસીની ખાસિયતો

 • આ યોજનામાં પોલિસીધારક ને 100 વર્ષની ઉંમર સુધી કવર મળે છે
 • મેચ્યોરિટી અથવા પોલિસી હોલ્ડરની મોત પર પરિવારજનોએ લમ્પસમ રકમ આપવામાં આવે છે. 
 • પ્રીમિયમ ચુકવણીની અવધિ એટલે કે પીપીટી 15, 20, 25 અને 30 વર્ષ માટે નિશ્ચિત છે.
 • જો પ્રીમિયમના અંત સુધી તમામ હપ્તા ચૂકવવામાં આવ્યા છે, તો પોલિસીધારકને ગેરંટીડ લઘુત્તમ રકમ મળશે.
 • જીવન વીમમાનું 8 ટકા રિટર્ન જીવનભર મળે છે.
 • આ પોલિસીમાં નાનકડું રોકાણ કરીને આખી જીન્દગી પૈસા મળે છે. 
 • જો તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોવ તો આ ઓફિશિયલ લિંક પર ક્લિક કરો. https://www.licindia.in/Products/Insurance-Plan/LICs-Jeevan-Umang
   

સંકળાયેલા મુદ્દાઓ

Jeevan umang policy LIC invest Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ